ઉત્તર પ્રદેશની હાથરસ ગેંગરેપ મામલે વિપક્ષના ભારે તીખા તેવર જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની પ્રતિકાર રેલી યોજાઈ છે. રેલી પહેલા જ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. અમિત ચાવડાની હાર્દિક પટેલ તેમના નિવાસસ્થાને થી અટકાયત કરી લેવામાં આવી હતી. જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરાઈ છે. MLA ધારાસભ્ય ધરપકડ કરવામાં આવી છે. ઇમરાન ખેડાવાલા ને નજરકેદ કરાયા છે. રેલીમાં આવા નીકળે એ પહેલા જ પોલીસ ઘરે પહોંચી હતી. શૈલેષ પરમારની પણ કરાઈ અટકાયત, નૌશાદ સોલંકીની પણ અટકાયત કરવામાં આવી છે. જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરાઈ છે. કોચરબ આશ્રમ પહોંચેલી 3 મહિલા કાર્યકરો પણ અટકાયત થઈ છે. પ્રતિકાર રેલી મુદ્દે પોલીસ પ્રતિક્રિયા સેક્ટર-1 JCB રાજેન્દ્ર અસારી નું નિવેદન સામે આવ્યું છે. જેમાં એક પણ રેલીને મંજૂરી નથી અપાઇ. તમામ જગ્યાઓ પર પૂરતો પોલીસબળ છે. રેલીને મંજૂરી ન હોવાથી અટકાયત પણ કરશે. કોચરબ આશ્રમથી રેલીનું આયોજન છે. કોવિડના કારણે વધુ કેસ હોવાથી મંજૂરી નહી જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખી મંજૂરી આપવામાં નથી આવી. 3 DCP અને સેકટર 1ના તમામ PI-PSI તૈનાત કરવામાં આવ્યા હતા.