સુરત CP અજય તોમરનું ગેસ્ટ હાઉસ હોટલોમાં બારથી આવતા મુસાફરો માટે જાહેરનામું

Spread the love

Witness in the Corridors Bureaucracy News: Ajay Tomar IPS, has been  appointed as Commissioner of Police, Surat, Gujarat Police.

સુરત શહેરમાં જાહેર સુરક્ષાના હેતુથી પોલીસ કમિશનર અજય કુમાર તોમર એક જાહેરનામું બહાર પાડી શહેરમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટલોના માલિકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા દરેક હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, લોજ, બોર્ડીંગ દ્વારા મુસાફરની ઓનલાઈન એન્ટ્રી https://pathik.guru/ માં કરવાની રહેશે. ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલ પોતાના રીસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેક્ટીવીટી સાથે નું એક કોમ્પ્યુટર રાખી જેમાં સુરત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી રજીસ્ટરમાં થતી એન્ટ્રી આ પથીક સોફ્ટવેરમાં કરવાની રહેશે. હોટલ, ગેસ્ટ હાઉસની અંદર તથા બહારના ભાગને કવર કરી શકાય તેવા સારી ગુણવત્તાવાળા અને વધુ રેન્જના સી.સી. ટી.વી. કેમેરા ગોઠવવા તેમજ કેમેરાની રેકોર્ડીગ 3 મહિના સુધી સંગ્રહ કરવાનું રહેશે. સંચાલકોએ કેમેરાઓ 24 કલાક શરૂ રહે તેની તકેદારી રાખવાની રહેશે. આવનાર તમામ મુસાફરોના નામ, સરનામાં, ફોનની એન્ટ્રી કરવી, ઉપરાંત તેનો મોબાઈલ નંબર સાચો છે કે કેમ તેની ખરાઈ કરી ઓનલાઈન પોર્ટલ અને રજિસ્ટરમાં નોંધવાનો રહેશે. મુસાફર વાહન સાથે રોકાણ કરે તો તેના વાહનનો પ્રકાર, વાહન નંબરની નોંધ કરવી. હોટેલ તરફથી આપવામાં આવતા ફ્રી વાઇફાઇ નો દુરુપયોગ ન થાય તેમજ મુસાફર ફી વાઈફાઈનો ઉપયોગ કરી કઈ કઈ વેબસાઈટનો ઉપયોગ કરે છે, અને કઈ વિગતો ડાઉનલોડ કરે છે એ વિગતોની ચકાસણી કરવી, બહારથી કોઈ વ્યક્તિ હોટેલમાં રોકાયેલી વ્યક્તિની મુલાકાત માટે આવે ત્યારે પણ મુસાફર મુલાકાતી રજીસ્ટર માં તેની તમામ નોંધ તારીખ, સમય અને આઈડી પફ સાથે કરવી. આ જાહેરનામું તા.04/12/2020 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com