સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કોન્ટ્રાક્ટ પર રહેલા ૧૩ કોચ અને ટ્રેનર્સને તત્કાળ છુટા કરી દેવાયા

Spread the love

ઓલિમ્પિક ૨૦૩૬ના યજમાન બનતા પૂર્વે ગુજરાતના યુવાઓને ખેલકુદમાં પ્રશિક્ષિત કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) વધુ એક વખત કૌભાંડોના કારણે ચર્ચામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કોચ અને ટ્રેનર્સની નિમણૂકોથી માંડીને એમની કામગીરી, કૌભાંડોની ફરિયાદો સપાટી પર આવતી હોય છે, પરંતુ તાજેતરમાં થયેલી ગંભીર અને અશિસ્તની ફરિયાદોને પગલે સરકારે તત્કાળ એક કોચ ઇમરાન પઠાણને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.

જ્યારે અન્ય છ કોચની જિલ્લા ફેર બદલીઓ કરી દેવાઇ છે. SAGમાં ચાલતી ગંભીર ગેરરીતિ થઈ છે. એટલું જ નહીં કોન્ટ્રાક્ટ પર રહેલા ૧૩ કોચ અને ટ્રેનર્સને તત્કાળ છુટા કરી દેવાયા છે તો વધુ ૧૫ના કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી ઘર ભેગા કરાયા છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ભૂજના ડિસ્ટ્રીક્ટ કોચ નિમેષકુમાર પટેલને ચપરાડા, ડીએલએસએસ, જૂનાગઢ ખાતે બદલી કરી છે જ્યારે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોચ જૈમિન કંથારિયાને નર્મદા, ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કોચ કૌશિક પટેલને આદર્શ સેકન્ડરી વિદ્યાલય, બોટાદ, મહેસાણા કોચ મહંમદ કુરેશીને દાહોદ, બનાસકાંઠા કોચ વિસ્મય વ્યાસ વડોદરા, અરવલ્લીના કોચ મઝહર સુથારને કપડવંજ ખાતે બદલી કરવામાં આવી છે. આ અંગે એવુ જાણવા મળ્યું છે કે ડિસ્ટ્રીક્ટ કોચને SAG હેડ ઓફિસમાં છેલ્લા સાત-આઠ વર્ષથી નોકરી કરતા હતા. હેડ ઓફિસથી જ કહે છેકે કોચ મારફતે રમતગમતન સાધનો, કેટરિંગ, મેનપાવર સપ્લાય વગેરેના કામોમાં ગોઠવણીનો ખેલ કરવામાં આવતો હતો.

SAGની સ્પોર્ટ્સ હોસ્ટેલ પણ ખેલાડીઓના રહેવા અને ખેલકુદની તાલીમ ઉપરાંત ઐયાશીના અડ્ડા સમાન બની ગઇ હોવાના આરોપો લાગી રહ્યા છે અને કહે છે કે આ જ કારણે હેન્ડબોલના કોચને સસ્પેન્ડ કરાયા છે. દારૂના નશામાં કોચે છોડતી કરી હોવાની ફરિયાદો છેક ઉપર સુધી પહોંચી હતી. એટલું જ નહીં કોન્ટ્રાક્ટ પર લેવાતા કોચ, ટ્રેનર્સ મારફતે ઉઘરાણા કરવામાં આવતા હતા. જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલને અપાતી ગ્રાન્ટમાંથી કટકીનો કારોબાર ગોઠવવામાં આવ્યો હતો. નોકરી પર લેવામાં આ લોકોમાં પોતાના જ માનીતાઓની પસંદગીનો ખેલ પાડતા હોવાની ફરિયાદો થઇ હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.