ગીફ્ટ સીટીમાં દારુની છૂટ આપવાનું કારણ શું ? :દારૂની જેમ ડ્રગ્સ માટે પણ સ્પેશિયલ સ્ક્વોડની રચના થાય અને ચેક પોસ્ટો ઉપર સ્કેનર મશીન મુકાય તેવી શૈલેષ પરમાર ની માંગણી

Spread the love

ગુજરાત વિધાનસભા ઉપનેતા અને દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર

છેલ્લા ૫ વર્ષમાં ૫૩ લાખ કરતા પણ વધારે વિદેશી દારુ અને બિયરની ૪૭ લાખ કરતા પણ વધારે બોટલો પકડાઈ,૨૦૨૨ -૨૩માં હજી પણ ૨૯,૩૦૦ કરતા પણ વધારે ગુનેગારોને પકડવાનું બાકી,પકડાયેલ ડ્રગ્સ અને હેરોઇનની કિંમત આશરે રૂપિયા ૬૨૦૦ કરોડ કરતા પણ વધારે છે

ગાંધીનગર

ગુજરાત વિધાનસભા ઉપનેતા અને દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આજે વિધાનસભા ગૃહમાં રાજયના ગૃહમંત્રીની માગણીઓ લઇને જણાવ્યું હતું કે  પોલીસે કરેલી કામગીરી એ સિક્કાની બે બાજુ છે. જે પોલીસ અધિકારીથી માંડીને નાના કર્મચારીએ ખૂબ સારી કામગીરી કરી છે એ માટે અભિનંદન આપુ છું. પણ એનું બીજું પાસું પણ છે અને એના પરિણામ સ્વરૂપ એવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે કે, સરકારને અને પોલીસને બદનામ કરવામાં કોઇ કસર છોડતા નથી.આ રાજયમાં દારુબંધી છે,કયું કારણ છે કે ગીફ્ટ સીટીમાં દારુની છૂટ આપવામાં આવી ? સરદારની વાત કરનાર આ રાજયની ભારતીય જનતા પાર્ટીની કયું કારણ છે કે તમે ગાંધી અને સરદારને ભૂલીને ગીફ્ટ સીટીમાં દારુની છૂટ આપી.વર્ષ ૨૦૧૯માં ૧ કરોડ ૬૨ લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ અને હેરોઇન અને એને લગતા કેફી દ્રવ્યો પકડાયા હતા. આજે વર્ષ ૨૦૨૨-૨૩માં પકડાયેલ ડ્રગ્સ અને હેરોઇનની કિંમત આશરે રૂપિયા ૬૨૦૦ કરોડ કરતા પણ વધારે છે. પકડાયા વગરનું ડ્રગ્સ અને હેરોઇન સમગ્ર ગુજરાતમાં અને મેટ્રોસીટીમાં ઘૂસાડાઈ રહ્યું છે અને એને કારણે ગુજરાતનું યુવાધન એ તરફ વળી રહ્યું છે. આજે વિધાનસભા ગૃહમાં હું માગણી કરું છું કે જે રીતે દારુ પકડવા માટે સ્પેશિયલ સ્ક્વોડની રચના કરો છો એ રીતે ડ્રગ્સ માટે પણ એક સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવે જેથી કરીને આવનારા દિવસોમાં યુવાધનને આપણે બચાવી શકીએ.

છેલ્લા ૫ વર્ષમાં ૫૩ લાખ કરતા પણ વધારે વિદેશી દારુ અને બિયરની ૪૭ લાખ કરતા પણ વધારે બોટલો પકડાયેલ છે. જેની કિંમત અંદાજે રૂપિયા ૨૬૪ કરોડ કરતા પણ વધારેનો દારુ અને રૂપિયા ૧૫ કરોડ કરતા પણ વધારેની રકમની બિયર પકડાઈ છે. બિયર, દારૂ અને ડ્રગ્સ આજે પણ ગુજરાતમાં પહોંચી ગયો છે અને લોકો પીવે છે.દારૂબંધી હોવાના કારણે દારૂ ગુજરાતમાં પ્રવેશી જાય અને આઈ.બી.ને ઇનપુટ ના હોય, ચેક પોસ્ટો ઉપર સ્કેનર મશીન મૂકો. કોઈ પણ ગાડી નીકળે, ટ્રક નીકળે કે કોઈ પણ કન્ટેનર નીકળે તે સ્કેનર મશીનમાંથી બોટલ જેવી વસ્તુ દેખાય તો તેનુ ચેકીંગ કરી શકીએ અને દારૂ ગુજરાતમાં આવતો આપણે રોકી શકીએ છીએ. આટલી મોટી સંખ્યાનો દારૂ જો ના પકડાતો હોય તો ખિસ્સાના પોકેટમાં, હાથમાં કે બેગમાં લઇને આવતું ચરસ કે ડ્રગ્સ તે સરકાર કેવી રીતે પકડી શકશે ? નેશનલ ક્રાઇમ રેકોર્ડના આધારે વર્ષ ૨૦૨૦-૨૧માં ખૂનના ૯૩૪ બનાવો , વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૫૫ બનાવો છે. બળાત્કારના ૨૦૭૬ કિસ્સા અને આજે ૨૨૦૯ કિસ્સા છે. ચોરીના ૯૪૩૫ હતા ૧૬,૫૬૩ કિસ્સા થયેલા ધાડના ૧૪૧ની જગ્યાએ ૧૪૩ થયેલા છે. અપહરણ આ રાજયમાં વધી રહ્યું છે ૧૭૯૭ની જગ્યાએ ૨૪૨૫ થઇ રહ્યાં છે. છેડતીના બનાવો ૧૧૦૦ની જગ્યાએ આજે ૧૨૪૪ છેડતીના કેસો બની રહ્યાં છે. રાજયમાં હીટ એન્ડ રનના વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૪૯૯ આજે ૧૭૭૦ થયા છે. અને તેના કારણે નિર્દોષ નાગરિકોના જે વર્ષ ૨૦૨૧માં ૧૦૫૯ લોકોના મૃત્યુ થયા હતા તેની જગ્યાએ અત્યારે ૧૨૨૨ લોકોના મૃત્યુ થયા છે. ખૂન , બળાત્કાર ચોરી ,લૂંટનાં ગુનેગારો તો અનેક પકડયા છે પણ વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૨-૨૩માં આજે પણ ૧૯૪૮૫ એવા ગુનાઓ છે કે જે ખૂન લૂંટ બળાત્કાર, ધાડ, અપહરણ ઉકેલવાનું આજે પણ બાકી છે વર્ષ ૨૦૨૨ -૨૩ ની દ્રષ્ટિએ૨૯૩૦૦ કરતા પણ વધારે ગુનેગારોને પકડવાનું બાકી છે. એન.સી.આર.બી.ના આંકડા મુજબક્રાઈમ રેઈટ જોઈએ તો દિલ્હીમાં ૧૫૦.૬ છે, ચેન્નઈ ની અંદર ૧૦૧.૬, અમદાવાદમાં ૯૬.૬ , મુંબઇમાં ૭૩.૩ છે અને સુરતમાં ૬૪.૩ છે.બે શહેરો ગુજરાતના એવા છે કે જેનો ત્રીજો અને પાંચમો નંબર આવે છે. વર્ષ ૨૦૨૩ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આધારે લૂટનું પ્રમાણ એક લાખની વસ્તીના આધારે ૮૧.૩ ટકા થવા જઇ રહ્યું છે.  મહિલા સલામતીના આંકડા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાં ૨૦૨૩ના ડેટામાં નથી.  ૨૦૨૧માં મહિલાઓનો ક્રાઈમ રેટ ૨૨.૧૦ ટકા હતો જે વર્ષ ૨૦૨૨માં ૨૨.૯૦ ટકા થયો છે. એમાં પણ વધારો થયો છે. રાજ્યમાં જે જેલો છે એમાં કેદીઓને રાખવા માટેની જે ક્ષમતા છે એના કરતાં વધુ પ્રમાણમાં કેદીઓને આ જેલોમાં રાખવામાં આવે છે અને કેદીઓ કેમ વધી રહ્યા છે? આ રાજ્યમાં જે રીતના બનાવો બની રહ્યા છે એના કારણે કેદીઓની સંખ્યા પણ વધતી જાય છે.

કેદીઓની ક્ષમતાની આ રાજ્યમાં જેટલી પણ જેલો આવેલી છે. એમાં ૧૧,૬૩૦ કેદીઓની ક્ષમતા હોવા છતાં ૧૫,૪૫૦ કરતાં પણ વધુ કેદીઓને રાખવામાં આવે છે. આમ, કેદીઓની સંખ્યા કરતાં ક્ષમતા ઓછી હોવાના કારણે ૩૮૨૦ વધારે કેદીઓને જેલમાં રાખવામાં આવે છે. આમ ક્ષમતા કરતાં વધુ કેદીઓ રાખવાના કારણે જેલમાં પણ બનાવો બને છે અને કેદીઓના પણ મૃત્યુ થાય છે એના માટે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. રાજ્ય સરકાર દ્વારા અનેક એક્ટ બનાવવામાં આવ્યા છે. એ કાયદાના અનુસંધાને વાહનચાલકો જે ગુના કરે છે એના માટે ઇ-મેમો આપવામાં આવે છે. આ ઇ-મેમોની સંખ્યા પણ દિવસે-દિવસે વધતી જાય છે. ઈ-મેમો તો સરકાર આપી દે છે પણ એના પછી જે વસૂલાત થવી જોઇએ એ રાજ્ય સરકાર દ્વારા ન થતી હોવાથી દિન-પ્રતિદિન ગુનો કરવાવાળા લોકોની સંખ્યા વધતી જાય છે. લોકો ગુનો કરતા જાય છે અને નિયમોનું પાલન નથી કરતા એના કારણે ૨૦૨૨-૨૩ની દ્રષ્ટિએ આજે પણ આ રાજ્યમાં રૂ. ૧૪૧ કરોડ ૯૨ લાખ કરતાં વધારે રકમ વસૂલ કરવાની બાકી છે.રાજ્યમાં હમણાં નવી બસો ખરીદવામાં આવી રહી છે પણ છ લાખ થી આઠ લાખ કિ.મી. કરતા વધુ ચાલેલી ૧૭૪૩ બસો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com