Apple ની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. જોકે Apple ના Acoustics ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટને Ruchir Dave સંભાળવા જઇ રહ્યા છે. તે લગભગ 14 વર્ષથી Apple માં કામ કરી રહ્યા છે. Ruchir Dave જલદી જ Gary Geaves ની જગ્યા લેશે. Ruchir Dave એ ગુજરાતથી ગ્રેજ્યુએશન કર્યું છે.
Ruchir Dave ના LinkedIn એકાઉન્ટ્સથી ખબર પડે છે કે તે કંપનીમાં લગભગ 14 વર્ષથી પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમણે વર્ષ 2009 માં Apple જોઇન કર્યું હતું. અહીં તે Acoustics Engineer ટીમની કમાન સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 2012 માં મેનેજર લેવલ પર પ્રમોટ કરવામાં આવ્યા છે. વર્ષ 2021 માં તેમણે સીનિયર ડાયરેક્ટરની પોસ્ટ પર અપોઇન્ટ કરવામાં આવ્યા છે. Apple પહેલાં Cisco માં લગભગ 10 વર્ષ કામ કરી ચૂક્યા છે.
તેમના LinkedIn એકાઉન્ટ્સથી ખબર પડે છે કે તે શારદા મંદિર અમદાવાદના વિદ્યાર્થી રહ્યા છે. જ્યાં તેમણે 1982 થી લઇને 1994 સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જીનિયરિંગ, અમદાવાદથી ગ્રેજ્યુએશન 1998 માં કર્યું છે. ત્યારબાદ તે Penn State University માં અભ્યાસ કરવા માટે જતા રહ્યા.
બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહ્યું કે આ જાણકારી Ruchir Dave ને જાણનાર લોકોએ આપી છે. જોકે અત્યારે આ જાહેરાતને પ્રાઇવેટ રાખ્યો છે, જેના લીધે તે લોકોએ પોતાની ઓળખને સંતાડી રાખવા કહ્યું છે. કંપનીએ ઓફિશિયલી તેની જાહેરાત કરી નથી.
Apple હાર્ડવેર ટીમમાં લગભગ 300 કર્મચારી કામ કરે છે. આ લોકો કંપનીના HomePod, AirPods અને Speakers business માં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. આ ટીમ સાઉન્ડ અને માઇક્રોફોન ટેક્નોલોજીને એડવાન્સ બનાવવાનું પણ કામ કરે છે. આ ટીમ Spatial Audio જેવા સોફ્ટવેર ફીચર પર પણ કામ કરે છે.