સામાન્ય રીતે તો દેશના કોઈ પણ રાજ્યમાં મુખ્યમંત્રી, મંત્રી સહિત VIPનો કાફલો માર્ગ પરથી નીકળે ત્યારે અન્ય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ VIP કલ્ચરને ખતમ કરવાની દિશામાં મોટી પહેલ કરી છે. તેમણે ડીજીપીને સૂચના આપી છે કે હવે મુખ્યમંત્રી પણ સામાન્ય માણસની જેમ ટ્રાફિકમાં ચાલશે.
જ્યારે ચાર રસ્તાઓ પર લાલ સિગ્નલ હશે ત્યારે તેમનો કાફલો પણ સામાન્ય લોકોની જેમ થંભી જશે.
મુખ્યમંત્રીની પહેલ પર લેવાયેલા આ નિર્ણયથી જનતાને VIPની અવરજવર દરમિયાન ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. અગાઉ ટ્રાફિકમાં અટવાઈ જવાથી ગંભીર દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મુખ્યમંત્રીએ હવે નિર્ણય કર્યો છે કે, જ્યારે લાલ સિગ્નલ હશે ત્યારે તેઓ પણ રસ્તા પર રોકાશે. તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી પણ વીઆઈપી કલ્ચરને ખતમ કરવાના પક્ષમાં છે.
ઉલ્લેખનીય છે કે, ભજનલાલ શર્મા જયપુરની સાંગાનેર જેવી સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડાવ્યા હતા. પ્રથમ પ્રયાસમાં ચૂંટણી જીત્યા બાદ તેમને સીધા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.