વડોદરા : કૂતરું કરડતાં મ્યુનિસિપલ કમિશનર સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ!

Spread the love

ફવડોદરામાં એક ટુ-વ્હીલર ચાલકે પગમાં શેરી કૂતરાએ બચકું ભરી લેતા ગ્રાહક કોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે ફરિયાદ આપી છે. શહેરના છાણી જકાતનાકા પાસે વિનાયક કોમ્પલેક્ષમાં સ્ટેશનરીની દુકાન ઘરાવતા રમેશભાઇ પરમાર પોતાની દુકાન બંઘ કરીને ઘરે જતા હતા. આ દરમિયાન તેમને કૂતરું કરડી ગયું હતું. છાણી ટીપી 13 રસ્તા પર અચાનક જ તેમના ટુ-વ્હીલર પાછળ શેરીનું કૂતરું દોડ્યું હતું અને તેમના પગમાં બચકું ભરી લીધું હતું. કૂતરું કરડતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. રમેશભાઈને સારવાર માટે તાત્કાલિક ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ખસેડામાં આવ્યા હતા.

“મહાનગરપાલિકા કૂતરા વેરા લેખે વાષિક રૂપિયા 5 વસૂલે છે. શેરીઓમાં કૂતરાઓ રખડે છે અને ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો પાછળ દોડે છે અને તેમને કરડે છે. આવી અનેક ઘટનાઓ સામે આવી છે. એક જાગૃત નાગરિક તરીકે મેં ગ્રાહક કોર્ટમાં મ્યુનિસિપલ કમિશનર સામે ફરીયાદ નોંઘાવી છે. આપણે મનપા ગ્રાહક છીએ. મનપા વેરો વસૂલે છે તેથી તે માલિક છે. રખડતા કૂતરાઓથી નાગરિકોને કોઇ મુશ્કેલી ન પડે તેની જવાબદારી મનપાની છે. મેં ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરીને માંગ કરી છે કે કૂતરૂ કરડવાથી મને જે ઇજાઓ થઇ છે અને મને સારવાર માટે જ ખર્ચ થયો છે તેનું વળતળ મને મળવું જોઇએ.”

ઉલ્લેખનીય છે કે કૂતરૂ કરડવાથી કોઇ નાગરિકે મનપા સામે કોર્ટમાં કેસ કર્યો હોય તેવો વડોદરાનો આ પ્રથમ કેસ છે. આ મામલે હવે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં સુનાવણી હાથ ઘરવામાં આવશે. આ અંગે પ્રતિક્રિયા આપતા શહેરના મેયર જીગીષાબેન શેઠે કહ્યું કે, “અમે રખડતા કૂતરાઓને લઇ નાગરિકોને પડતી મુશ્કેલી અંગે ગંભીર છીએ. આ ઘટનાં અંગે પણ તપાસ કરી યોગ્ય પગલા લેવા મનપા સત્તાઘીશો કટિબદ્ધ છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com