મોંઘીદાર હોટલમાં રોટલીમાંથી ગરોળી મરેલી નીકળતા ગ્રાહકની ફરિયાદ

Spread the love

ગાંધીનગરમાં કોબા સર્કલ પર આવેલી હોટેલમાં રોટલીમાંથી મરેલું ગરોળીનું બચ્ચું નીકળ્યું હોવાની રાવ ઉઠી છે. વડોદરાના રહેવાસી હાર્દિક બરોટે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં તેમનો આક્ષેપ છે કે બુધવારે તેઑ કોબા સર્કલ પર આવેલી હોટેલમાં પરિવાર સાથે જમવા બેઠા ત્યારે રોટલામાં મરેલી ગરોળીનું બચ્ચું વણી દેવાયું હતું.

આ મુદ્દે તેમણે 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી હતી. ઘટના સ્થળે પહોંચેલી ઇન્ફોસિટી પોલીસે તેમને ફૂડ ઈન્સ્પેકટરનો નંબર આપ્યો હતો. તેમને ફોન પર વાત તો ફૂડ ઈન્સ્પેકટરે ઓનલાઈન અરજી કરવાની સલાહ આપી હતી. જે બાદ હાર્દિક બરોટે હોટેલના કિચન અને રોટલીમાં ગરોળી સહિતના ફોટો અને વીડિયો લઈ લીધા હતા. તો સમગ્ર ઘટનાના રેકોર્ડ માટે તેમણે આ અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com