ગુજરાત સરકાર નિવૃત થયેલા ડ્રાઇવરોની ભરતી કરશે

Spread the love

ગુજરાત સરકાર દ્વારા એસ.ટી. નિગમમાં 13000ની ભરતી કરવા જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ 3000ની પરીક્ષા લેવાય હતી. તેમાં હજુ નિમણુંક અપાઇ નથી ત્યારે ઘટને પહોંચી વળવા હવે સરકાર નિવૃત થયેલા ડ્રાઇવરોની ભરતી કરવા જાહેરાત કરી છે અને 1000 જેટલા નિવૃત ડ્રાઇવરોની ભરતી કરાશે.

ગુજરાત એસટી નિગમના મુખ્ય આંકડાકીય અધિકારી ગૌરાંગ શાહે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા વર્ષ 2023માં ડ્રાઇવર અને કંડક્ટરની ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે.

જેમાં 3000થી વધુ ડ્રાઇવરોની ભરતી કરવામાં આવનાર છે. જેમની પરીક્ષા લેવાઈ ગઈ છે.

હાલમાં કંડક્ટરની સ્ક્રૂટિંગ પ્રક્રિયા ચાલી રહી છે. તાજેતરમાં એસટી નિગમમાંથી નિવૃત્ત થયેલા જે ડ્રાઇવરોની ભરતી પ્રક્રિયા કરવાની જાહેરાત બહાર પાડી છે તે 11 મહિના અથવા નવા ડ્રાઇવરની ભરતી ન થાય તે સમય સુધી જ ડ્રાઇવર તરીકે નોકરી પર રાખવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એસટી નિગમમાં ડ્રાઇવરની ભરતી પ્રક્રિયા માટે લાંબી પ્રક્રિયા હોય છે. ડ્રાઇવરના ટેસ્ટ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે. તેમજ વિવિધ પ્રકારના ફિટનેસ સર્ટિફિકેટ અને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થતા 6થી 8 મહિના લાગે છે. હાલમાં ગુજરાત એસટી નિગમ દ્વારા મુસાફરોની સગવડતા માટે એસટી બસોમાં વધારો થઈ રહ્યો છે. ડ્રાઇવરોની ઘટ પૂરી કરવા માટે ડ્રાઇવરોની ભરતી કરવામાં આવે છે. જોકે નવા ડ્રાઇવરની ભરતી થતાની સાથે જ આ ડ્રાઇવરોને છુટા કરવામાં આવશે.

ગુજરાત એસટી નિગમના અધિકારીઓ ડ્રાઇવર અને કંડક્ટરની ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરી શકતા નથી.એસટી તંત્ર પાસે યોગ્ય અને ઝડપી ભરતી પ્રક્રિયાની વ્યવસ્થા ન હોવાના કારણે વાર લાગી રહી છે. એક તરફ એસટી નિગમ પાસે હજારો બસો તૈયાર છે, પરંતુ બસ ચલાવવા માટે ડ્રાઇવરોની ઘટ છે. ગુજરાત એસટી નિગમના અડઘણ આયોજનના પગલે હવે જે સિનિયર સિટીઝન બસ ડ્રાઈવરને બસ ચલાવવા આપવામાં આવશે.

નિવૃત્ત કર્મચારીઓની ભરતીમાં જે ડ્રાઇવર-કંડક્ટર 1 જાન્યુઆરી 2021થી આજ દિન સુધી નિવૃત્ત થયેલા હોય તેમને લેવામાં આવનાર છે. તેઓને 11 માસ માટે અથવા જે ડ્રાઇવરની 62 વર્ષની મર્યાદા પૂર્ણ થાય ત્યાં સુધી ના જ લેવામાં આવનાર છે. કરાર આધારિત આ ભરતી કરવામાં આવનાર છે. જેમાં શરતો મુજબ નવી ડ્રાઇવરની ભરતી પ્રક્રિયામાં ડ્રાઇવરોની નિમણૂક થતાની સાથે જ આ ડ્રાઇવરોને છુટા કરવામાં આવશે. પ્રતિભા ડ્રાઇવરનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત લેવામાં આવશે. ફિટનેસ સર્ટિફિકેટ અને પોલીસ વેરિફિકેશન બાદ જ તેઓને નોકરી પર રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com