ગાંધીનગરના રાંદેસણનાં વ્યક્તિના ખાતાં માંથી ગઠીયાએ 11.39 લાખ ઉપાડી લીધા..

Spread the love

ગાંધીનગરના રાંદેસણની પ્રમુખ પ્રાઈડ સોસાયટીમાં રહેતા રહીશને ટેલીગ્રામ ગ્રૂપમાં એડ કરી ગૂગલ મેપ લીંન્ક મોકલી છ રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરવાની અવેજીમાં શરૂઆતમાં 300 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરી વધુ પૈસા કમાવવાની લાલચ આપી ગઠિયાએ 11 લાખ 39 હજારનો ચૂનો લગાવવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગાંધીનગર રાંદેસણની પ્રમુખ પ્રાઈડ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રોમૈયા અંકમ પ્રાઈવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 23 માર્ચ 2023 નાં રોજ સુરેશભાઈના મોબાઈલના અજાણ્યા નંબરથી પાર્ટ ટાઈમ નોકરી માટેનો મેસેજ આવ્યો હતો. જેમાં ગુગલ મેપ રીવ્યુનો ટાસ્ક કમ્પલીટ કરવા બદલ રૂપિયા 50 બેંક ખાતામાં જમા મળશે. જે માટે ટેલીગ્રામ ગ્રુપમાં એડ થવાનો મેસેજ હતો. આથી ઓનલાઇન માધ્યમથી 50 રૂપિયા કમાવાની લાલચમાં આવી ગયેલા સુરેશભાઈએ એક ટેલીગ્રામ ચેનલમાં જોડાયા હતા. બાદમાં ગઠિયાએ માંગ્યા મુજબ તેમણે બેંક ખાતાની વિગતો તેમજ IFSC કોડ પણ આપી દીધો હતો. અને બેંક ખાતામાં સુરેશભાઈએ ગુગલ મેપ રીવ્યુના છ ટાસ્ક પુરા પણ કરી દીધા હતા. જેની અવેજીમાં તેમના ખાતામાં 300 રૂપિયા પણ જમા થયા હતા.

ત્યારબાદ તેમને પ્રીપેઇડ ટાસ્ક કરવાનું કહી ગઠિયાએ સારા રીટર્નની લાલચ આપી હતી. પોતાના ખાતામાં બેઠા બેઠા પૈસા જમા થતાં સુરેશભાઈને વિશ્વાસમાં આવી ગયા હતા. અને તબક્કાવાર તા. 13/3/2023 થી તા. 17/3/2023 સુધી પૈસા ટ્રાન્સફર કરવાનું પણ શરૂ કરી દીધું હતું. આટલું ઓછું હોય એમ સુરેશભાઈએ શોટ કટમાં રૂપિયા કમાવવાની લાલચમાં તેમના મિત્રોનાં એકાઉન્ટમાંથી પણ ગઠિયાએ આપેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આમને આમ સુરેશભાઈએ માત્ર પાંચ દિવસના ગાળામાં રૂ. 11 લાખ 39 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા.

આમ છતાં ગઠિયાએ ટાસ્કનાં બહાને વધુ પૈસા ભરવાનું કહેતા સુરેશભાઈને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. જો કે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. આખરે એક ટાસ્કની અવેજીમાં 50 રૂપિયા મળવાની લાલચમાં સુરેશભાઈએ લાખો રૂપિયા ગુમાવવાનો વખત આવતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com