દેશમાં કોરોનાની મહામારીના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલા લીધા છે. ત્યારે બંનેને અનાજ, ભૂખ્યાને ભોજન, દવાથી લઈને સરકાર દ્રારા અનેક ધ્યાન રખાયું છે. ત્યારે રૂપાણી બાપા અને નીતિન બાપા કેન્દ્ર સરકારમાંથી પીએમ મોદીજી કરોડો રૂપિયા જે ગ્રાંટ મોકલે છે તે તમામ ૧૦૦ ટકા ગ્રાંટ મહાનગર પાલિકાને ફાળવવામાં આવે છે. મહાનગર પાલિકાઓએ ખાયકીમાં તિજારીના તળિયાઝાટક કરી દીધા છે. સ્થતિ એવી વણસી ગઈ છે કે તિજારીના તળિયા ઝાટકથી બીજા કરોડો રૂપિયાની માંગ મહાનગર પાલિકાઓએ સરકાર પાસે કરી છે. ત્યારે રૂપાણી સરકાર અને ખર્ચમાં કાપ મૂકીને મહાનગર પાલિકાઓની માંગ પૂરી કરી રહ્યાં છે ત્યારે આ અટકાવવાની તાતી જરૂર છે. ગુજરાત મહાનગર પાલિકાઓમાં ભ્રષ્ટાચાર વ્યાપક ફેલાયો છે. અહીંયા લાખના ૧૨ હજાર થઈ જાય છે. પહેલા દિલ્હીથી જે ૧૦૦ રૂપિયા આવતા તે ૧૦ રૂપિયા ગુજરાત આવતા થઈ જતા હતાં. ત્યારે હવે ૧૦૦ રૂપિયા પૂરા રાજ્ય સરકાર પાસે આવે અને રાજ્ય સરકાર પૂરા મહાનગર પાલિકાઓને ગ્રાંટ આપે ત્યારે મહાનગર પાલિકા હઈસો કરીને ડકાર પણ લેતી નથી ત્યારે આવો જ કિસ્સો ખીચડી કઢી અને ફૂડ પેકેટોમાં કરોડોના બિલનો મામલો સામે આવ્યો છે. ખીચડી કઢી, ફૂડ પેકેટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો અને ચર્ચા જાહેરમાં થઈ રહી છે. કેટલીક સંસ્થાઓએ આધાર વિનાના લાખો કરોડોના બિલો મહાનગર પાલિકાને પહોંચાડ્યા છે. જેમાં મોટાભાગના બિલોના ચુકવણા કરી દેવાયા છે. જે આરટીઈમાં ખુલાસો થયો છે. બિલની ચુકવણીમાં
આભાર – નિહારીકા રવિયા રાજકારણીઓની અને અધિકારીઓની મીલીભગતથી કરોડો રૂપિયા ચુકવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ઓડિટ વિના જ આપી સંસ્થાઓને લાખો કરોડોના બિલ પાલિકામાં મુકાયા છે. જે અંગે પાલિકાના અધિકારીને પૂછતાં જવાબમાં ગલ્લા તલ્લા કરી રહ્યાં છે.
જે સંસ્થાઓને કઢી ખીચડી, ફૂડ પેકેટના બિલનું પેમેન્ટ કરાયુ છે તેની પૂરતી માહિતી અપાઈ નથી. માત્ર સુરતના ઉધના ઝોનનું જ ૫ કરોડનું આસપાસનું બિલ મૂકવામાં આવ્યું છે. જ્યાં ૫ કરોડના ફૂડપેકેટ અને ખીચડી કઢી લોકો સુધી પહોંડાવમાં આવ્યું હોવાનો દાવો કરાયો છે તે ખૂબ જ ગંભીર બાબત છે. સુરત મહાનગર પાલિકાને ૧૫ કરોડના બિલો જે મૂક્યા છે તેમાં ૭ કરોડની આસપાસ ચુકવણા થઈ ગયા છે.
પાલિકાએ જે સંસ્થાને બિલ ચૂકવ્યા તેની માહિતી
અક્ષયપાત્ર ફાઉન્ડેશન ૭ કરોડ
સાંઈ હોÂસ્પટલીટી ૪૬,૦૪,૦૦૦
ક્રિશ્ના કેટરર્સ ૧,૭૧,૪૪,૦૦૦
ટેસ્ટી ખમણ ૧૩,૬૯,૦૦૦
ખુશ્બુ કેટરર્સ ૯,૬૭,૨૫૦
જયશ્રી ત્રિવેદી ૯,૨૦,૦૦૦
વિશાલ ટ્રેડર્સ ૬,૯૦,૦૦૦