દેશમાં કોરોનાને કારણે સ્થતિ વિકટ બનતી જાય છે ત્યારે જાન હૈ તો જહાન હૈ, હેલ્થ ઈઝ વેલ્થ આ પ્રોગ્રામને સાકાર કરવા અને કર્મચારી અધિકારીઓનું સ્વાસ્થ્ય સારું રહે તે ઉદ્દેશ્યથી રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે એક ઉમદા વિચાર સાથે આવકારદાયક નિર્ણય કર્યો છે. કોરોના વાયરસ જે રીતે ફેલાઈ રહ્યો છે ત્યારે હવે શિયાળાની ઋતુ આવી રહી છે. વાતાવરણમાં ઠંડક થતાં આ રોગ વધુ પ્રસરે તેવી શક્યતા પણ સૂત્રો જાઈ રહ્યાં છે. લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત થાય અને જાગૃતતા આવે અને લોકો વોકિંગ કરવાનું સાયકલ ફેરવવાનું ફરી શરુ કરી દે તેવા ઉદ્દેશ્યથી કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. આજે સ્વાસ્થ્યને સારું રાખવા માટે લોકો સાયકલ ચલાવવા લાગ્યા છે. ત્યારે દર શુક્રવારે અધિકારી, કર્મચારી સાયકલ લઈને ઓફિસ આવે તેવા આદેશો કર્યા છે.