ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ, તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP યુનિટની સ્થાપનાની મંજૂરી મળતાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માન્યો આભાર

Spread the love

આગામી 100 દિવસમાં પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક શરૂ થશે

• સાણંદમાં સી.જી. પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, જાપાન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ થાઈલેન્ડના સંયુક્ત ઉપક્રમે રૂ. ૭૬૦૦ કરોડના રોકાણથી પ્લાન્ટ શરૂ થશે

• ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન, તાઇવાન સાથે મળીને રૂપિયા ૯૧,૦૦૦ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ સ્થાપશે

ગાંધીનગર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં બે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે.  ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવામાં ગુજરાતની અગ્રેસરતાને નવીન બે પ્રકલ્પો મળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો છે. વડાપ્રધાનશ્રીએ ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગની ઇકોસિસ્ટમ ડેવલોપ કરવાના હેતુથી ગુજરાતમાં બે અને આસામમાં એક એમ કુલ ત્રણ સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આપી હતી.તદ્દઅનુસાર ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કીંગ, પેકેજીંગ) યુનિટની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે. આ બંને યુનિટ- પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક આગામી ૧૦૦ દિવસમાં શરૂ થશે.ધોલેરામાં કુલ રૂપિયા ૯૧ હજાર કરોડના રોકાણ સાથે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તાઇવાનની કંપની પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને પ્લાન્ટની સ્થાપના કરશે. આ પ્લાન્ટ પ્રતિમાસ ૫૦,૦૦૦ સેમીકંડકટર વેફરનું ઉત્પાદન કરશે. ઈલેક્ટ્રીક વ્હીકલ, ટેલિકોમ, ડિફેન્સ, ઓટોમોટીવ અને પાવર મેનેજમેન્ટમાં આ પ્રકારની સેમિકન્ડક્ટર ચીપનો ઉપયોગ થાય છે.

સાણંદમાં સી.જી. પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન-જાપાન અને સ્ટાર્સ માઈક્રો ઇલેક્ટ્રોનિક્સ- થાઈલેન્ડના સંયુક્ત ઉપક્રમે રૂપિયા ૭૬૦૦ કરોડના રોકાણથી સેમિકન્ડક્ટર એ.ટી.એમ.પી. પ્લાન્ટ શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદમાં સેમિકોન કંપનીનો સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ નિર્માણાધિન છે ત્યારે આ બીજા પ્લાન્ટની મંજૂરી મળતા હવે સાણંદમાં કુલ બે સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ કાર્યરત થશે. જુલાઇ-૨૦૨૩માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકોન કંપનીના ATMP પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાનશ્રીના સેમિકન્ડક્ટર મિશન અને મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શનમાં બનેલી ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૭ના પરિણામે ગુજરાતમાં કુલ ત્રણ સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના થવા જઈ રહી છે. સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જુલાઇ -૨૦૨૨માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪, “ગેટવેટ ટુ ધી ફ્યુચર” સેમિકન્ડક્ટર જેવા ભવિષ્યના ઉભરતા ક્ષેત્રો પર ફોકસ સાથે યોજાઇ હતી, આ સમિટમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ વિષય પર સ્પેસિફિક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગત વર્ષ જુલાઈમાં સેમિકોન ઇન્ડિયા પ્રદર્શન પણ ગુજરાતના આંગણે યોજાયું હતું.હવે વિશ્વની નામાંકિત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપાવા જઇ રહ્યા છે ત્યારે ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્વોન્ટ લીપ લગાવવા સજ્જ બન્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com