સ્ટોરી : પ્રફુલ પરીખ
ફાઉન્ડર પી.નારાયણ ગુરુ લોઅર મીડલ ક્લાસ ફેમિલીથી આવે છે અને તે એક બસ કંડકટરના પુત્ર છે ,10 વિદ્યાર્થીઓથી નાના કોચિંગ સેન્ટરથી શરૂઆત કર્યા બાદ અથાગ પરિશ્રમથી સ્કૂલ કોલેજો અને કોચિંગ સેન્ટરોની ધીરે ધીરે શરૂઆત કરી :ગુજરાતમાં આ નારાયણાની ચોથી શાખા હશે,શિક્ષણ ક્ષેત્રમાં 45 વર્ષથી વધુનો વારસો , સંસ્થા પાસે બિન-શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત 50,000થી વધુ ઉચ્ચ અનુભવી શિક્ષકો, R&D વડાઓ અને વિષયના નિષ્ણાતોની ટીમ જે દર વર્ષે 600,000થી વધારે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં નર્સરીથી પોસ્ટ-ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસમાં મદદ કરે છે,દરેક કેટેગરીમાં વિદ્યાર્થીઓ 35 થી 40% રીઝલ્ટ આપે છે : એકેડેમિક ડાયરેક્ટર પી.પરમીલા
નારાયણા તાજેતરમાં પૂર્ણ થયેલા JEE મેઈન 2024 સત્ર 1નાં પરિણામોમાં ભારતમાં ટોચની કામગીરી કરતી સંસ્થા તરીકે ઉભરી આવી છે, જેમાં સૌથી વધુ સંખ્યામાં પરફેક્ટ સ્કોરરમાં 6 અને 100 પર્સેન્ટાઈલ હાંસલ કરનારા, 8 એક જ સંસ્થામાંથી આવ્યા છે” : પ્રેસિડેન્ટ પુનીત કોથાપા
સીઓ પેટર્ન નાના નાના કોચિંગ સિસ્ટમમાં સૌથી યુનિક છે પ્રથમ વખત અમદાવાદમાં અપનાવવામાં આવશે જે સુધી કોઈએ અપનાવી નથી : આ સેન્ટર એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે,શિક્ષણ એપ્લિકેશન ‘nLearn’ ટેક્નોલોજી સક્ષમ પ્લેટફોર્મ શિક્ષકોને વિદ્યાર્થીઓની પ્રગતિની નજીકથી દેખરેખ રાખવા માટે સશક્ત બનાવે છે: ઝોનલ ગુજરાત હેડ તુષાર પારેખ
અમદાવાદ
નારાયણા એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટના એકેડેમિક ડાયરેક્ટર પી.પરમીલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં પ્રથમ કોચિંગ ક્લાસીસ શરૂ કરી રહ્યા છે તેની મને ખુશી છે.અમારા ફાઉન્ડર પી નારાયણ ગુરુ લોઅર મીડલ ક્લાસ ફેમિલીથી આવે છે અને તે એક બસ કંડકટરના પુત્ર છે. 10 વિદ્યાર્થીઓથી નાના કોચિંગ સેન્ટરથી તેમને શરૂઆત કરી હતી. ત્યારબાદ અથાગ પરિશ્રમથી તેમણે સ્કૂલ કોલેજો અને કોચિંગ સેન્ટરોની ધીરે ધીરે શરૂઆત કરી. અમદાવાદમાં પણ નારાયણા ગ્રુપ સૌથી સુંદર કોચિંગ આપશે. અમારા કોચિંગ ક્લાસીસોમાંથી ભારતમાં દરેક કેટેગરીમાં વિદ્યાર્થીઓ 35 થી 40% રીઝલ્ટ આપે છે.ભારતના 23 રાજ્યો અને 230થી વધુ શહેરોમાં 800થી વધારે શાળાઓ, કોલેજો, કોચિંગ સેન્ટરો અને વ્યાવસાયિક કોલેજોના વિશાળ નેટવર્ક સાથે નારાયણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ એ એશિયાના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત શિક્ષણ જૂથોમાંનું એક છે, જે શિક્ષણ ક્ષેત્રમાં 45 વર્ષથી વધુનો વારસો ધરાવે છે. સંસ્થા પાસે બિન-શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત 50,000થી વધુ ઉચ્ચ અનુભવી શિક્ષકો, R&D વડાઓ અને વિષયના નિષ્ણાતોની ટીમ છે, જે દર વર્ષે 600,000થી વધારે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં નર્સરીથી પોસ્ટ-ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસમાં મદદ કરે છે. તેમનું મુખ્ય ધ્યાન અભ્યાસક્રમ અને સહ અભ્યાસિક ડોમેન્સ વચ્ચે સુમેળભર્યું સંતુલન જાળવવા પર રહે છે જેથી વિદ્યાર્થીઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચે. વધુમાં,તેઓ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, મેડિકલ, CA અને સિવિલ સર્વિસ સ્ટ્રીમ્સમાં ટેઇલરમેડ પ્રોગ્રામ્સ પણ ઓફર કરે છે જે સંસ્થાની કારકીર્દી આધારિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સાથે, નારાયણા સમગ્ર દેશમાં લાખો લોકોના સપનાસાકાર કરવા પ્રતિબદ્ધ છે, કેમ કે નારાયણા એટલે તમારા સપના એજ અમારા સપના. એન્જિનિયરિંગ, મેડિકલ, CA અને સિવિલ સર્વિસ સ્ટ્રીમ્સમાં ટેઇલરમેડ પ્રોગ્રામ્સ પણ ઓફર કરે છે જેસંસ્થાની કારકીર્દી આધારિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સાથે, નારાયણા સમગ્ર દેશમાં લાખો લોકોના સપના સાકાર કરવા પ્રતિબદ્ધ છે, કેમ કે નારાયણા એટલે તમારા સપના એજ અમારા સપના.યુવા મહત્વાકાંક્ષીઓના સપનાને સાકાર કરવા માટેની કટિબદ્ધતા સાથે નારાયણા એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટે ગૌરવપૂર્ણ રીતે અમદાવાદ, ગુજરાત ખાતે પોતાની નવી શાખાના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. દેશના દરેક જિલ્લામાં પોતાની હાજરી હોય તે ઉદ્દેશ્યને અનુસરીને નારાયણા હવે અમદાવાદમાં પણ છે જે વિદ્યાર્થીઓને તેમના IIT-JEE/NEET/ ઓલિમ્પિયાડના સપના પૂરા કરવા સક્ષમ બનાવશે. ગુજરાતમાં આ નારાયણાની ચોથી શાખા હશે.45 વર્ષના શ્રેષ્ઠત્તમ વારસા સાથે, નારાયણા આજના ગતિશીલ(ડાયનેમિક) વિશ્વમાં વિદ્યાર્થીઓ વિવિધ પડકારોનો સામનો કરે છે તેને સમજે છે. નારાયણાનો અભિગમ, છેલ્લા 4થી વધુ દાયકાઓમાં વધુ સુદૃઢ કરેલ છે, જેના કારણે પ્રક્રિયા આધારિત વ્યવસ્થા (પ્રોસેસ ડ્રિવન સિસ્ટમ) ઉભી થઇ છે, જે હાલની જરૂરિયાતો મુજબ અનુરૂપ છે.
સિસ્ટમમાં કન્સેપ્ટ, ડેફિનેશન ફોર્મ્યુલા (CDF) જેવી નવીન તકનીકોનો સમાવેશ કરેલ છે, જે જટિલ સમસ્યાઓનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ ઊંડી વૈચારિક સમજ, જટિલ વિચારણા અને કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. આ ઉપરાંત, R&D ટીમ દ્વારા ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવેલ માઇક્રો શેડ્યૂલ્સની મદદથી વિદ્યાર્થીઓ જરૂરી વિષયોના વ્યાપક કવરેજને સુનિશ્ચિત કરીને તેમના અભ્યાસના સમયને કાર્યક્ષમ અને શ્રેષ્ઠ બનાવે છે. વધુમાં નારાયણાની શિક્ષણ પદ્ધતિ પ્રદર્શન મૂલ્યાંકન, સતત પ્રતિસાદ અને પ્રોત્સાહન પર ભાર મૂકે છે, જે JEE, NEET અને ઓલિમ્પિયાડ્સ જેવી અદ્વિતીય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનો પાયો છે.નારાયણાની સફળતાનો અભિન્ન અંગ તેની અત્યાધુનિક ટેક્નોલોજી છે, જેનું ઉદાહરણ છે તેની પોતાની શિક્ષણ એપ્લિકેશન ‘nLearn’ છે. આ ટેક્નોલોજી સક્ષમ પ્લેટફોર્મ શિક્ષકોને વિદ્યાર્થીઓની પ્રગતિની નજીકથી દેખરેખ રાખવા માટે સશક્ત બનાવે છે. અને વિદ્યાર્થીઓને તેમના સાથીદારોની તુલનામાં પોતાની કામગીરીનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કરવાની તક આપે છે.સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી વખતે વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી જટિલતાઓ અને પડકારોને ઓળખીને નારાયણા દ્વારા ‘દિશા’ નામનો ઇન-હાઉસ સ્ટુડન્ટ મેન્ટલ વેલબીઇંગ પ્રોગ્રામ શરૂ કરેલ છે. આ પહેલ દ્વારા, વિદ્યાર્થીઓને 70થી વધુ કાઉન્સેલરો અને મનોવૈજ્ઞાનિકોની વિશેષ ટીમ તરફથી તાત્કાલિક ટેકો આપવામાં આવે છે.
શાખાના ઉદ્ઘાટન સમયે નારાયણા એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટના પ્રેસિડેન્ટ(પ્રમુખ) પુનીત કોથાપાએ કહ્યું કે ” પાછલા દાયકાઓમાં આપણી સંસ્થાએ સતત રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સપનાઓ પુરા કર્યા છે, અને આ વર્ષ પણ અલગ નથી. નારાયણા તાજેતરમાં પૂર્ણ થયેલા JEE મેઈન 2024 સત્ર 1નાં પરિણામોમાં ભારતમાં ટોચની કામગીરી કરતી સંસ્થા તરીકે ઉભરી આવી છે, જેમાં સૌથી વધુ સંખ્યામાં પરફેક્ટ સ્કોરર તૈયાર થયાં છે. ઉદા. 6 અને 100 પર્સેન્ટાઈલ હાંસલ કરનારા, ઉદા. 8, એક જ સંસ્થામાંથી આવ્યા છે”.વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા માટે નારાયણા સશક્ત બનાવા સાથે શિક્ષણમાં ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા અને લાખો સપનાઓને પુરા કરવા માટે સમર્પિત છે. કારણ કે, નારાયણામાં, તમારા સપના અમારા સપના છે.
નારાયણા એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ વિષે ઝોનલ ગુજરાત હેડ તુષાર પારેખે જણાવ્યું હતું કે અમદાવાદમાં અત્યારે ધોરણ 6 થી 12 સુધી ના વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરાવવામાં આવશે. છ થી 12 ધોરણના ડ્રોપર બાળકો ફરીથી પરીક્ષા આપવા માગતા હોય તેમની પણ બેન્ચીસ બનાવવામાં આવશે. સીઓ પેટર્ન નાના નાના કોચિંગ સિસ્ટમમાં સૌથી યુનિક છે પ્રથમ વખત અમદાવાદમાં અપનાવવામાં આવશે જે સુધી કોઈએ અપનાવી નથી. nlearn એપ ઉપરથી બાળકોને વિશેષ માહિતી મળશે. આ સેન્ટર એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. એન્ટરન્સ એક્ઝામિનેશન્સ માટે જે તૈયારીઓ કરવાની હોય એની નિવ મજબૂત કરવા માટે આ સંસ્થા કામ કરશે.