
આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ ના અધિક પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર તથા મદદનીશ પોલીસ કમિશ્નર લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ જે સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. વી.બી.આલ. તથા ટીમના પો.સ.ઇ. વી.એન.પરમાર તથા પો.સ.ઇ. શ્રી બી.એસ.ઝાલાનિ ટીમના માણસોએ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.દરમ્યાન પો.સ.ઇ. બી.એસ.ઝાલા ટીમના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. નિમેષ કૌશીકભાઇને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ તા.૦૧/૦૩/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર, સી.ટી.એમ. બરોડા એક્ષપ્રેસના નાકેથી આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો સ/ઓ રવિન્દ્રકુમાર જગમોહનપ્રસાદ જાતે-દુબે ઉ.વ-૩૫ ધંધો-મજુરી રહે, દશરથ પટેલની ચાલી બે નંબર પોલીસ લાઇનની સામે જોગેશ્વરી રોડ હાટકેશ્વર અમરાઇવાડી અમદાવાદને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
સદરી આરોપીની પુછપરછ દરમ્યાન જણાવેલ કે, પોતે અમદાવાદ શહેરમાં ચોરીછુપીથી ભારતીય બનાવટના વિદેશીદારૂનુ વેચાણ કરે છે. આજથી આઠેક માસ પહેલા ગાંધીનગર એલ.સી.બી.એ ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ સ્વીફટ ગાડી સાથે આરોપી દેવીસિંહને પકડેલ તેમજ ડિસેમ્બર/૨૦૨૩ માં લુણાવાડા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ ઇક્કો સ્પોર્ટ ગાડી સાથે આરોપી વિશાલ તથા સાગરને પકડેલ જે બન્ને ગુન્હામાં પોતાનુ નામ આવતા પોતે ઘર છોડી જતો રહેલ બાદમાં પોતે સી.ટી.એમ. પાસે ફલેટમાં ભાડેથી ઘર રાખી રહેવા લાગેલ. હોવાની હકિકત જણાવતા સદરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
નાસતા ફરતા ગુનાની વિગત
(૧) માણસા પોલીસ સ્ટેશન ગુના નં ૧૧૨૧૬૦૦૧૨૩૦૪૦૩/૨૦૨૩ પ્રોહી એકટ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) આઈ.પી.સી. કલમ ૨૭૯ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ (૨) લુણાવાડા પોલીસ સ્ટેશન ગુના નં ૧૧૧૮૭૦૦૬૨૩૦૭૫૮/ ૨૦૨૩ પ્રોહીબીશન એકટ ૬૫)એ(, ૬૫)ઇ(, ૧૧૬)બી (, ૮૧, ૮૩, ૯૮)૨(