પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને પોતાની પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓને મહિલાઓ પર દુષ્કર્મ અને તેમની જમીનો હડપવાના ગંભીર આરોપોમાં છાવરતી રહી તે ખૂબ નિંદનીય : પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ સોલંકી

Spread the love

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ ઉપર અઘટિત અપરાધ અને અત્યાચારો આચરવામાં આવ્યા છે તેના વિરોધમાં કર્ણાવતી મહાનગર દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

અમદાવાદ

કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આજરોજ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા દ્વારા મહિલાઓ ઉપર અઘટિત અપરાધ અને અત્યાચારો આચરવામાં આવ્યા છે તેના વિરોધમાં કર્ણાવતી મહાનગર દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ સોલંકીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે જે રાજ્યની મુખ્યમંત્રી મહિલા હોય અને તે પોતાની પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓને મહિલાઓ પર દુષ્કર્મ અને તેમની જમીનો હડપવાના ગંભીર આરોપોમાં છાવરતી રહી તે ખૂબ નિંદનીય બાબત છે. મહિલાઓની પીડા સમજવામાં મમતા સરકાર સદંતર નિષ્ફળ રહી છે. મહિલાઓ પ્રત્યે સંવેદનહીન બનેલી મમતા સરકારને શાસનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ વિરોધ પ્રદર્શનમાં કર્ણાવતી મહાનગર ભાજપના મહિલા મોર્ચાના કાર્યકર્તાઓ દ્વારા ” સંદેશખાલી કી મહિલાએ કર રહી થી પુકાર, ફિર ભી કુંભકર્ણ બન ચૂકી થી મમતા સરકાર ” તથા ” જો મહિલાઓ કે પીડા સમજના પાઈ , વહ કીસ મૂંહ સે મહિલા મુખ્યમંત્રી કહને આઈ ” જેવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.

આ વિરોધ પ્રદર્શનમાં કર્ણાવતી મહાનગર ભાજપાના અધ્યક્ષ તથા એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિતભાઈ પી શાહ, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદશ્રી હસમુખભાઈ પટેલ, મહાનગરના પ્રભારી અને પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી, મહાનગરના ધારાસભ્યશ્રીઓ અને મહિલા મોરચાના કાર્યકર્તાશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com