GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા હસ્તકલા સેતુ, કમિશનર, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ, INDEXT-c, તેમજ EDII, અમદાવાદ સાથે ત્રણ દિવસીય “રંગ સૂતા” પ્રદર્શનનું આયોજન

Spread the love

ગુજરાતની હસ્તકલા અને વણાટ સંસ્કૃતિ માટેના તમામ સમર્થન બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો : જીસીસીઆઈના પ્રમુખ અજયભાઈ પટેલ

અમદાવાદ

GCCI ની બિઝનેસ વુમન કમિટી, કમિશનર, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ, INDEXT-c, તેમજ EDII, અમદાવાદ દ્વારા હસ્તકલા સેતુ સાથે ત્રણ દિવસીય “રંગ સૂતા” પ્રદર્શનનું આયોજન 1-3 માર્ચ, 2024 ના રોજ રાજપથ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. તારીખ 1લી માર્ચ, 2024 ના રોજ “રંગ સુતા” પ્રદર્શનનું ઉદ્દઘાટન ચેમ્બરના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલ અને શ્રી પ્રવિણ સોલંકી, કમિશનર અને સચિવ, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ ના વરદ્દ હસ્તે થયું હતું. આ પ્રસંગે ડો. સુનિલ શુક્લા, ડિરેકટર, EDII અને શ્રી એન. ડી. પરમાર, એકિઝક્યુટિવ ડિરેકટર, INDEXT-c, GCCIના તત્કાલીન પૂર્વ પમુખ શ્રી પથિક પટવારી અને માનદ્ મંત્રી શ્રી અપૂર્વ શાહ તથા બિઝનેસ વિમેન કમિટીના ચેરપર્સન શ્રીમતી કાજલ પટેલ, કો-ચેરપર્સન શ્રીમતિ પ્રાચી પટવારી તેમજ શ્રીમતી બીંજન શેઠ ઉપસ્થિત રહ્યા હતા.

જીસીસીઆઈના પ્રમુખ અજયભાઈ પટેલે સમગ્ર ભારતની વિશાળ સાંસ્કૃતિક વિવિધતા અને વારસા નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે “રંગ સૂતા” ના આ ત્રણ દિવસીય પ્રસંગે “અમૌની ” સંસ્થા દ્વારા ક્યુરેટ કરાયેલ 45 પ્રતિભાશાળી કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વિવિધ કલાકૃતિઓને રજૂ કરવામાં આવશે જે થકી B2B અનેકવિધ તકો પ્રાપ્ત થશે. તેમણે ગુજરાતની હસ્તકલા અને વણાટ સંસ્કૃતિ માટેના તમામ સમર્થન બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો, અને “હસ્તકલા સેતુ”ને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રમુખ અજયભાઇ પટેલે અને અન્ય મહાનુભાવોએ આ પ્રદર્શનના સ્ટોલની મુલાકાત લઈ પ્રોત્સાહન આપ્યું હતું. ત્રણ દિવસની ચાલનાર આ પ્રદર્શનને પ્રથમ દિવસે સારો પ્રતિસાદ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com