ગુજરાતમાં જિલ્લા પંચાયત, પાલીકા, નગરપાલીકા અને મહાનગરપાલીકાઓ આવેલી છે, ત્યારે GJ-૧૮ની સિવિલમાં ફક્ત ૧ સોનોગ્રાફી મશીન છે, અને આજે સોનોગ્રાફી કરાવો એટલે હજારથી ૨ હજાર રૂપિયા ખર્ચવા પડે, ત્યારે સિવિલમાં વેઇટીંગ આવી રહ્યું છે, સગર્ભા બહેનોને ૨થી ૩ વખત સોનોગ્રાફી કરાવી પડે, ત્યારે મેયરે અગાઉ સિવિલમાં જાત તપાસ કર્યા બાદ લાઇનો જાેતા તેમણે મનમાં સંકલ્પ સાથે ૪ સોનોગ્રાફી વસાવવાનો નિર્ણય કર્યો હતો, જે આજે સે-૨૪ ખાતે કાર્યરત થયું છે, મેયર હિતેશ મકવાણાએ પ્રજા માટે વિકાસનું તો ખરું, પણ હેરાન પરેશાન પબ્લીક જે સગર્ભા મહીલાઓ હતી તેમના માટે સોનોગ્રાફી મશીન ખૂબજ આર્શીવાદ રૂપ બનશે, બાકી મેયરે તાનાજીનો ગઢ જીત્યો હોય તેવું કામ કર્યું છે, ગુજરાતમાં આજદિન સુધી જેટલા મેયર આવ્યાતેમાં જે વિકાસનું તીર અને પ્રજાને સ્પર્શે તે જે કામ કર્યું તે મેયર હિતેશની ચર્ચાએ શહેરમાં જગાવી છે, શહેરમાં સોનોગ્રાફીના ૪ મશીન એ કોઇ શહેરમાં મનપા એ વસાવ્યા નહીં હોય, અને કોઇ મેયરે આટલા મોંઘાદાટ મશીનો ખરીદીને એકી સાથે લાખો રૂપિયાની ગ્રાંન્ટ વાપરી નાંખી હોય તો તે GJ-૧૮ના મેયરે વાપરી છે, સગર્ભા મહીલાઓના ખૂબજ આર્શિવાદ મળશે તેવું લોકો કહી રહ્યા છે,
હિતેશ ને કર દિયા કમાલ ગુજરાતનું નંબર-૧ GJ-૧૮ મનપા બન્યું, સૌથી વધારે રકમની ગ્રાંન્ટ મેયરે સગર્ભ મહિલાઓથી લઈને દરેક નાગરિકને આનો લાભ મળે અને નજીવા દરે ફક્ત ૧૦૦ રૂપિયામાં સોનોગ્રાફી કરવાનું તે માટે સરાહનીય પગલું કહી શકાય, ગુજરાતના ઇતિહાસમાં નંબર-૧ મેયર તરીકે સ્થાન જાે મળ્યું હોય તો તે સોનોગ્રાફી મશીન ખરીદીના કારણે, આ રેકોર્ડ તપાસો તો કોઈ મેયરનો નહીં હોય કે સોનોગ્રાફી મશીન પોતાની ગ્રાન્ટમાંથી ખરીદ્યા હોય