કોરોનાવાયરસના પગલે દેશમાં અને રાજ્યમાં કેસોનો સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે શિયાળાની ઋતુમાં કોરોના બેખોફ અને બેફામ વધે તેવી પણ ભીતી સેવાઈ રહી છે. ત્યારે 2020 માં આવનારી ચૂંટણીમાં પૂર્ણ વિરામ મુકાઈ ને 2021 માંજ યોજાય તેવી વાત ચર્ચાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં 6 મનપા, 228 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓ બાકી છે. જે તમામ ચૂંટણી ની નવેમ્બર મહિનામાં મુદત પુરી થવા જઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત મહાનગરપાલિકાની 228, તાલુકા પંચાયતો 31 જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે પરંતુ કોરોના ની સ્થિતિ ને લઈ બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ લઈ જવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે. કેમકે શિક્ષકો, મહેસુલી કર્મચારીઓ સહિત સંગઠનો એ પણ ચૂંટણીઓ યોજવા બાબતે વિરોધ શરૂ કર્યો હોવાની વાત છે. હવે જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાય તેવી ગણતરી રાખવામાં આવી રહી છે. આમ કોરોના ને લઈ આગામી 2થી 3 મહિના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછી ઠેલાઈ શકે છે. આમ આ વર્ષે ચૂંટણી નહિ યોજાય તે વાત લગભગ નક્કી છે.