GJ-૧૮ ખાતેના ઘુંઘટ હોટલ ખાતે આજરોજ અર્બુદા સેવા સમિતિની સંગઠન બેઠક મળી હતી, ત્યારે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો પધાર્યા હતા, ત્યારે GJ-૧૮ ના ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિપુલ ચૌધરી તથા કાર્યકરો દ્વારા અગાઉ ‘‘અર્બુદા સેના’’ જે તૈયાર કરી હતી તેમાં હવેથી રજીસ્ટર્ડ ટ્રસ્ટ બનાવીને ‘‘અર્બુદા સેવા સમિતિ’’નું ગઠન કરવામાં આવ્યુંછે, જે સમાજના અનેક પ્રશ્નોને પ્રાધાન્ય આપીને સેવાના કાર્યો કરવા તત્પર બન્યું છે, ત્યારે ૫ લાખથી વદારે દાન કરનારા નાંણાકીય સમિતિમાં સભ્યે રહશે, જેનું કાર્યાલય પંચશીલ, કમ-૭, GJ-૧૮ માણસા હાઇવે, સે-૨૬ ખાતે કાર્યરત રહેશે
——–
જમીન આપવાનું આશ્વાસન પૂરું થાય એવી અપેક્ષા
૧૨૫૩ ગામ ૧૧ જિલ્લા ૫૦ થી વધુ તાલુકામાં વસેલો આ સમાજના સવાલ પરથી વધુ સભ્યોની નોંધણી કરાવવાનું આહવાન
અર્બુદા મેટ્રોમોનીયલ મારફતે સમાજના યુવક યુવતીઓનો મેળાપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે વેબસાઈટ બનાવાશે
આંજણા ચૌધરી સમાજ વર્ષોથી પોતાના આગેવાનોના દિશા સૂચક મુજબ ચાલતો આવ્યો છે, વડાપ્રધાને મારું સ્વાગત કર્યું હોય ત્યારે ચૌધરી સમાજ મક્કમતાપૂર્વક વડાપ્રધાનના હાથ મજબૂત કરશે એની ખાતરી વ્યક્ત કરી હતી
અમને વ્યક્તિમાં નહીં પણ સમગ્ર ચૌધરી સમાજની પ્રગતિમાં રસ છે
હું સક્રિય રાજકારણમાં સમાજના પ્રભાવ માટે આવ્યો છું અને રીતે પ્રગતિ થાય એટલે જ હું રાજકારણમાં આવ્યો છું છેલ્લી જમીન પાછી મારા કારણે જ મળી છે
અર્બુદા સેવા સેનાનો સંઘર્ષ પૂરો થયો હવે અર્બુદા સંઘર્ષ શરૂ થાય છે