ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઇન ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ચૂંટણી કાર્ડની કોપી જેવા ડોક્યુમેન્ટ પર આધારકાર્ડ માટે એપ્લાય કરાતા સમગ્ર મામલો મામલતદારના ધ્યાને આવ્યો હતો. જેને લઇને સોલા પોલીસ સ્ટેશનમાં 2 ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે.
ચૂંટણી કાર્ડની કોપી જેવા ડોક્યુમેન્ટ પર આધારકાર્ડ માટે એપ્લાય કરાતા સમગ્ર મામલો મામલતદારના ધ્યાને આવ્યો હતો. જેને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં 2 ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તપાસ કરી, અને સોલા પોલીસે કન્સલ્ટન્સી ધરાવતા યુવક અને બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ બાંગ્લાદેશી યુવકનું ચૂંટણી કાર્ડ ખોટા ડોક્યુમેન્ટના આધારે અપલોડ કરતા હતા. બાદમાં તે આધારે આધારકાર્ડ મેળવવા અરજી કરાતી હતી. હાલ પોલીસે બે ડુપ્લિકેટ ઈલેક્શન કાર્ડ કબજે કર્યા છે.જ્યારે કન્સલ્ટન્સી ઓફિસમાં અનેક ખોટા દસ્તાવેજના આધારે અનેક ચૂંટણી કાર્ડ કઢાયાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.