લોકસભા ચૂંટણી પહેલા મહેસાણાના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે આજે એક મોટી જાહેરાત કરી છે. નોંધનીય છે કે, ગઇકાલે ભાજપે 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કર્યા હતા. જોકે તેમાં મહેસાણા સીટ પર હજી સુધી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.
આ પહેલા નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર જાહેરાત કરી છે કે, ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફેસબુકમાં પોસ્ટ કરીને કહ્યું કે, મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મી ઉમેદવારી નોંધાવી હતી. ગઇકાલએ રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજી ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વ સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માંનું છું.