કલોલના અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ કરતા ઝાડાના વધુ 16 કેસ મળી આવ્યા, 14 દર્દીઓને ઓપીડી સારવાર આપીને ઘરે રજા આપવામાં આવી

Spread the love

આરોગ્યની 42 ટીમોએ કલોલના અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ કરતા ઝાડાના વધુ 16 કેસ મળી આવ્યા હતા. જેમાંથી 14 દર્દીઓને ઓપીડી સારવાર આપીને ઘરે રજા આપવામાં આવી છે. જ્યારે બે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાંથી કોલેરાના રિપોર્ટ માટે સ્ટુલના 9 સેમ્પલના રિપોર્ટમાં આઠ નેગેટીવ અને એક પેન્ડિંગ છે. જ્યારે પાણીના બે સેમ્પલનો રિપોર્ટ પીવાલાયક હોવાનો આવ્યો છે. નગરપાલિકાએ તમામ લિકેજ રીપેર કરી દીધા છે.

જિલ્લાના કલોલના વોર્ડ નંબર-4, 5 અને 11ની તમામ સોસાયટીમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યારે પાણીજન્ય રોગચાળાનું કારણ શોધવા માટે રેપીડ રીસ્પોન્સ ટીમને કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે પાણીજન્ય રોગચાળામાં પીવાના પાણીની પાઇપ લાઇન પડેલા લિકેજ કારણભૂત હોવાથી લિકેજ શોધવામાં આવ્યા હતા. તેમાં નગરપાલિકા દ્વારા તમામ લિકેજ રિપેરીંગ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે અસરગ્રસ્ત વિસ્તારમાં 42 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તેમાં ઝાડાના નવા 16 કેસ મળી આવતા તેમને આરોગ્ય સારવાર આપવામાં આવી હતી. તેમાંથી 14 દર્દીઓને ઓપીડી સારવાર આપીને રજા આપી દેવામાં આવી અને 2 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણીના વધુ બે સેમ્પલ લઇને તેની લેબોરેટરી ચકાસણી કરાવતા પાણી પીવાલાયક હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં 2485 ઘરોમાં સર્વે દરમિયાન વધુ 2810 ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે 3202 ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com