દેશમાં ખરેખર કડક કાયદાઓની જરૂર છે, ડબલથી લઈને ત્રણગણો મીઠાઈમાં તગડી કમાણી કરવા છતાય વેપારીયોને હાશકારો નથી, ત્યારે ઘણીવાર બ્લોકનળી થી લઈને એટેકની બીમારી આ ભેળસેળિયા વેપારીઓ દ્વારા ભેળસેળનો એટેક કરતાં ખનારા રસીયાઓને એટેક આવી જાય છે,ત્યારે બહુ નામ પંકયેલી દુકાનો અને મોંઘાદાર ભાવ તેની મીઠાઈના દુકાનોના વેપરીયોના પણ અનેક નમૂના ફેઇલ થયેલા છે, ત્યારે આવીજ એક ઘટના ગાંધીનગર જીલ્લામાં બનવા પામી છે.
કોઈપણ મીઠાઈ માટે માવો ખુબ જ જરૂરી વસ્તુ છે. પણ આજના ભેળસળિયા જમાનામાં પૈસા કમાવવા માટે લોકો ડુપ્લિકેટ માવો બનાવી રહ્યા છે. ગાંધીનગરમાં આવી જ ડુપ્લિકેટ માવા બનાવતી 3 ફેક્ટરીઓ ઝડપી પાડી દેવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવતાં આ ત્રણેય ફેક્ટરીઓને સીલ મારી છે. અને તપાસ માટે માવાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ગાંધીનગર નજીક આવેલ જેઠીપુરા અને વલાદ ગામ પાસે આવેલ ફેક્ટરીઓમાં ડુપ્લિકેટ માવો બનતો હતો. હલકી ગુણવત્તાવાળા પાવડરમાંથી માવો બનાવતી ફેક્ટરીઓને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપી પાડી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ પાવડર ટેલકમ પાવડર હોવાનું માલુમ પડે છે. જો કે માવાના નમૂના લઈ તેને ચકાસણમી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
હવે તહેવારોની સિઝન હોવાથી બજારમાં મોટા જથ્થામાં માવાની જરૂર રહેશે. તેને લઈ આ ફેક્ટરીઓમાં બનાવવામાં આવતો નકલી માવો અમદાવાદ સપ્લાય થતો હોવાની વિગતો સામે આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 3 ફેક્ટરીઓને સીલ મારીને 4106 કિગ્રા બરફી અને 547 કિગ્રા સફેદ પાઉડરનો જથ્થો જપ્ત કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તમામ ફેક્ટરીઓના લાયસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરી છે.