અંબરીશ ડેરને ભાજપ રાજુલા વિધાનસભા બેઠક પર લડાવવાની તૈયારીઓ કરી રહ્યું હોવાની ચર્ચા

Spread the love

સૌરાષ્ટ્રનાં રાજકારણમાં મોટો ફેરબદલ થવાની શક્યતા છે. જેમાં કોંગ્રેસના નેતા અંબરીશ ડેરે પક્ષમાંથી રાજીનામું આપી દેતા હકડંપ મચી જવા પામ્યો હતો. તેમજ આવતીકાલે તેઓ વિધિવત રીતે તેમનાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે. તેમજ જણાવ્યું હતું. તેમજ તેઓએ રાજુલા બેઠક પરથી ચૂૂંટણી લડવા માટે પૂછતા તેઓએ તે બાબતે હજુ કંઈ નક્કી નહી હોવાનું જણાવ્યું હતું.

લોકસભા ચૂંટણી પહેલા રાજકારણમાં અનેક મોટા ફેરબદલ થતા હોય છે. સૌરાષ્ટ્રનાં રાજકારણમાં મોટો ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં કોંગ્રેસને નેતા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. તેમજ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ત્યારે અંબરીશ ડેરને ભાજપ દ્વારા રાજુલા વિધાનસભા બેઠક પર લડાવવાની તૈયારીઓ કરી રહ્યું હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. તો બીજી તરફ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાજપ દ્વારા લોકોસભાની ટીકીટ આપવા ભાજપ મોવડી મંડળ તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાર ટૂંક સમયમાં અંબરીશ ડેર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.

ભાજપ રાજુલાનાં ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગર લોકસભા બેઠક પર ઉતારવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈ ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળનું નામ કપાઈ શકે છે. હવે મહત્વની બાબતએ છે કે કોંગ્રેસ અને આપ દ્વારા ભાવનગર અને ભરૂચ બેઠક પર ગઠબંધન ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે વિપક્ષની રણનીતિનો જવાબ આપવા ભાજપ ભાવનગરમાં કોળી સમાજનો ચહેરો ઉતારી શકે છે.

કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર વહેતા થતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે હવે ગમે તે સમયે કોંગ્રેસના અંબરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે. અંબરીશ ડેર ક્યારે ભાજપમાં જોડાશે તે બાબતને લઈ હજુ અસમંજસ સ્થિતિ છે. ભૂતકાળમાં અંબરીશ ડેરે ભાજપનાં કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. તેમજ લોકસભા સમયે એક બાદ એક સિનિયર નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વધુ એક કોંગ્રેસી નેતા ભાજપમાં તેમનાં ટેકેદારો સાથે જોડાશે.

કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા થતા કોંગ્રેસનાં પ્રદેશનાં નેતાઓ દોડતા થઈ જવા પામ્યા હતા. તેમજ અંબરીશ ડેર સહિત તેમનાં ટેકેદારોનો સંપર્ક કરવાનો શરૂ કર્યો હતો. તેમજ અંબરીશ ડેરને મનાવવા માટે અથાગ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલા કોંગ્રેસનાં વધુ એક મજબૂત નેતા કોંગ્રેસ છોડી તેમનાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેને લઈ કોંગ્રેસ મોવડી મંડળની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે 195 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. ગુજરાતની 15 બેઠક પર ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી છે. જેમાં 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે. જ્યારે પાંચ ઉમેદવારોના પત્તા કપાયા છે. તો 2 ઉમેદવારો પૂર્વ રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો બે ઉમેદવાર લોકસભાની ચૂંટણી પ્રથમ વખત લડી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com