ખેડૂતોનાં ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતાં નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો

Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો છે. આ નિર્ણય અંગે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોનાં ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતાં નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

હાલની માર્ગદર્શિકામાં કરાયેલા સુધારા અંગે વાત કરતાં મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકસાન પેટે વળતર ચૂકવવામાં આવશે. આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે-તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200 ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં વધારો ન કરે તો કેટલું વળતર? જો રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાનમાં લેવામાં આવશે.

રાજ્ય સરકારના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને કારણે

હાલમાં જે વળતર મળે છે એમાં અંદાજે બે ગણો વધારો

થશે. તેમણે રાઈટ ઓફ વે કોરીડોરની વાત કરતાં ઉમેર્યું

કે ટ્રાન્સમિશન લાઈનના કારણે જમીનના મૂલ્યમાં થતા

ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો

કરાયો છે. જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતી

વીજલાઇનની પહોળાઇ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના

વિસ્તારના 15 ટકાની જગ્યાએ 25 ટકા મુજબ વળતરનું

ચુકવણું કરવામાં આવશે. આ વળત૨ જે-તે સમય અને

સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઇન જંત્રી દરોના 200

ટકા લેખે ચૂકવવામાં આવશે. એમાં રાજ્ય સરકાર દ્વારા

જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10

ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાનમાં લેવામાં આવશે.

ઊર્જામંત્રી કનુભાઈના વધુમાં જણાવ્યા અનુસાર, ટ્રાન્સમિશન લાઈનના રૂટ નક્કી કરતાં પહેલાં સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવશે. પરિણામે, જ્યાં ખરાબાની કે ગૌચર જમીન ઉપલબ્ધ હોય ત્યાં તકનીકી ચકાસણી કરી ટ્રાન્સમિશન લાઈન શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી રીતે પસાર થાય એની પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર સંદર્ભે ચૂકવાતા વળતરની ગુજરાત સ૨કા૨ના 14 ઓગસ્ટ, 2017ના ઠરાવમાં ડિસેમ્બર – 2021 સુધારો કરી વળતરમાં વધારો કરવામાં આવ્યો છે અને ફરી એકવાર બે વર્ષના ગાળામાં ખેડૂતોના હિતમાં વળતરમાં વધારો કરવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com