જે લોકો કોવિડ-19થી સાજા થઈ ગયા છે તેમનામાં 1 વર્ષ બાદ સુધી આઈક્યૂ લેવલમાં કમસે કમ 3- પોઈન્ટ સુધીની કમી જોવા મળી

Spread the love

કોરોના સંક્રમણથી સાજા થયા બાદ હવે ઘણા લોકોમાં તેના સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી રહ્યા છે. હાલમાં જ એક સંશોધન કરવામાં આવ્યું જેમાં નિષ્ણાંતોની ટીમે જણાવ્યું કે જે લોકો કોવિડ-19થી સાજા થઈ ગયા છે તેમનામાં 1 વર્ષ બાદ સુધી આઈક્યૂ લેવલમાં કમસે કમ 3- પોઈન્ટ સુધીની કમી જોવા મળી છે.

આમ તો આ ઘટાડો વધારે નથી પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે કે મોટી આબાદીમાં મસ્તિષ્ક સાથે સંબંધિત જોખમોને લઈને એલર્ટ રહેવાની જરૂર છે.મસ્તિષ્કની કાર્યપ્રણાલીમાં આવેલા ઘટાડાનું ક્વોલિટી ઓફ લાઈફ પર પણ નકારાત્મક અસર થઈ શકે છે.

એક સંશોધન અનુસાર કોરોના સંક્રમણના હલ્કા અને ગંભીર બન્ને પ્રકારના કેસ વાળા લોકોમાં સંજ્ઞાનાત્મર ઘટાડો જોવા મળી રહ્યો છે. જે લોકોમાં વધારે ગંભીર લક્ષણ હતા કે પછી જેમને હોસ્પિટલના ઈન્ટેસિવ કેયરમાં સારવાની જરૂર હતી તેમના આઈક્યૂમાં 9 પોઈન્ટ સુધીની કમી રિપોર્ટ કરવામાં આવી છે. સંક્રમણથી ઠીક થઈ ચુકેલા લોકોમાં સ્મૃતિ, તર્ક અને પરિસ્થિતિઓ સાથે સહજતાથી નિપટવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે.

સંશોધન માટે આઠ લાખ લોકોને શામેલ કરવામાં આવ્યા. જેમાં તેમની બૈદ્ધિત ક્ષમતાની તપાસ તેમની ઓનલાઈન ટેસ્ટ દ્વારા કરવામાં આવી. કુલ મળીને 1,41,583 લોકોએ કમસે કમ એક કાર્ય પુરૂ કર્યું જ્યારે 1,12,964એ બધા આઠ કાર્યોને સારી રીતે કર્યા.

કોરોનાના ન થયો હોય તેવા લોકો સાથે કરેલા તુલનાત્મક અભ્યાસમાં સંક્રમિતોમાં બૌદ્ધિક ક્ષમતામાં કમી નોંધાઈ. જે લોકોમાં જે સ્તરનું સંક્રમણ હતું તેમનામાં આઈક્યૂમાં તેજ રેશિયોમાં ઘટાડો નોંધાયો હતો.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે જે લોકો કોરોનાના મૂળ વાયરસ કે B.1.1.7 વેરિએન્ટથી મહામારીની શરૂઆતમાં સંક્રમિત રહો તેમાં બૌદ્ધિક ક્ષમતામાં કમીની મુશ્કેલી તે લોકોની તુલનામાં વધારે જોવા મળી જે ઓમિક્રોન વેરિએન્ટ વખતે સંક્રમિત રહ્યા છે. આ ઉપરાંત જે લોકોને બે કે બેથી વધારે વેકિસિન લીધા બાદ કોવિડ-19 થયો તે લોકોની તુલનામાં વધારે સારૂ પ્રદર્શન જોવા મળ્યું જેમને વેક્સીન નથી લગાવવામાં આવી.

અભ્યાસના તારણમાં સંશોધકોએ કહ્યું, કોરોના વાયરસે ઘણા પ્રકારથી સંપૂર્ણ શરીરને ક્ષતિ પહોંચાડી છે. પોસ્ટ કોવિડમાં બ્રેઈન ફોગથી લઈને લોકોમાં ઓઈક્યૂ અને માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત વિકાર પણ જોવા મળી રહ્યો છે. એવુ નથી કે હલ્કા લક્ષણ વાળામાં ખતરો નથી. કોરોનાનું કોઈ પણ સ્તરનું સંક્રમણ લોન્ગ કોવિડ અને તેનાથી સંબંધિત જોખમોને વધારનાર છે.

નિષ્ણાંત કહે છે કે જો તમે સંક્રમણના શિકાર રહ્યા છો તો ડોક્ટરને મળીને સંપૂર્ણ સ્વાસ્થ્યની તપાસ જરૂર કરો જેનાથી સમય રહેતા જોખમની ખબર પડી શકે તેની સારવાર કરાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com