દાણીલીમડામાં આજે ફ્લેટમાં આગની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરું છું અને દાહોદ ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં હાજર હોવાથી આ દુઃખદ ઘટના સ્થળે પહોંચી શક્યો નથી તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું :કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર
ખ્વાજા ફ્લેટમાં ઈલેક્ટ્રીક પેનલ અને એક્ટિવાના કારણે આગ ફેલાઇ
અમદાવાદ
અમદાવાદના દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગ ફાટી નીકળતા 15 દિવસના એક બાળકનું મોત, આઠ ઇજાગ્રસ્ત અને નવ લોકો દાઝી ગયા હતા , જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા 27 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.અમદાવાદના દાણીલીમડામાં આગનું કારણ સામે આવ્યું છે. ખ્વાજા ફ્લેટમાં ઈલેક્ટ્રીક પેનલ અને એક્ટિવાના કારણે આગ ફેલાઇ હતી.ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ફાયર વિભાગે 27 લોકોને બચાવ્યા હતા. તેમને સારવાર માટે એલજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સવારે 4 વાગ્યાને 45 મિનિટે આગ લાગ્યાની આશંકા છે. જોકે આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂ કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા. મણિનગર અને જમાલપુર ફાયરસ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.ગ્રાઉન્ડ ફ્લોર ઇલેક્ટ્રીક પેનલ અને પાર્ક એક્ટિવામાં આગ લાગી હતી. જેથી ધુમાડાને કારણે ફ્લેટમાં અફરાતફરીનો મહોલ સર્જાયો હતો. ફ્લેટ ખૂબ જ સાંકડી જગ્યાએ હોવાથી બીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી.
દાણીલીમડામાં આજે ફ્લેટમાં લાગેલી આગની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર
કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે આજે દાણીલીમડામાં ફ્લેટમાં બનેલી આગની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ઘટનાથી મને બહુ જ દુઃખ થયું છે સ્થાનિક અધિકારીઓને ઘટના અંગે પૂરતી મદદ કરવા માહિતગાર કર્યા છે અને કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ સ્થાનિક આગેવાનોને ઘટના સ્થળે પહોંચવા માટે તુરંત પહોંચી બને તેટલી શક્ય મદદ થઈ શકે તેવી સૂચના આપી છે હું દાહોદ ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં હાજર હોવાથી આ દુઃખદ ઘટના સ્થળે પહોંચી શક્યો નથી તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું.