રૂ.૧.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

Spread the love

સુરત જિલ્લાના કામરેજ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ.૧.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નવા એસ.ટી. બસ સ્ટેશનથી કામરેજ તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે. વર્ષ ૨૦૨૨ માં કામરેજના જૂના બસ સ્ટોપને નવીનીકરણ આપવાનું કાર્ય શરૂ કરાયું હતું, અને એ જ જગ્યાએ વિશાળ, અનેકવિધ સુવિધાયુક્ત અદ્યતન બસ સ્ટેશન નિર્માણ પામ્યું છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, અગાઉ સુરતના પ્રવેશદ્વાર સમાન કામરેજ અને ચાર રસ્તા ખૂબ અસ્વચ્છ હતા. જેને સ્વચ્છ રાખવા માટેનું કાર્ય શરૂ કરી દીધું છે, હવે કામરેજ સ્વચ્છ અને સુઘડ બનવા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા બે દાયકામાં શહેરીકરણ અને વિકાસનો વ્યાપ વધતા કામરેજની કાયાપલટ થઈ છે. નાનકડું ગામડું ગણાતું કામરેજ આજે સંપૂર્ણ પરિવર્તિત થઈને વિકાસના માર્ગે તેજ ગતિથી આગળ વધ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા કામરેજ વિધાનસભા વિસ્તારમાં ૩૦૦ બેડની નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરાશે, જે માટે હોસ્પિટલ નિર્માણની દિશામાં ઝડપભેર મંજૂરી, નિર્માણ અને અનુદાનની કામગીરી થઈ રહી છે એમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે તા. પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, GSRTC-સુરતના વિભાગીય નિયામકશ્રી પી.વી.ગુર્જર, પ્રાંત અધિકારી શ્રી વી.કે. પીપળીયા, મામલતદારશ્રી આર.એસ.ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી સચિન પટેલ, સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંતભાઈ પટેલ, કામરેજ પી.આઈ. જાડેજા, વિભાગીય યાંત્રિક ઈજનેરશ્રી આર.કે.ભામરે, વિભાગીય સિક્યુરિટી ઓફિસરશ્રી એલ.આર.ટંડેલ, વિભાગીય એકાઉન્ટ ઓફિસરશ્રી એ.કે.લેઉવા સહિત સુરત ST વિભાગના અધિકારી-કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

-૦૦૦-

*કામરેજના અદ્યતન બસસ્ટેશનમાં ઉત્તમ સુવિધાઓની ઝલક*
. . . . . . . . . . . . . . . . .
• બસ ડેપોની જમીનનો કુલ વિસ્તાર ૫૫૦૦ ચો.મી
• આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર
• બાંધકામ વિસ્તાર ૪૯૨ ચો.મી
• પ્લેટફોર્મની સંખ્યા: ૩
• પ્લેટફોર્મનો વિસ્તાર ૧૦૯ ચો.મી
• મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ હોલ
• ટ્રાફિક કંટ્રોલ /પાસ રૂમ
• કિચન સાથેની કેન્ટીન
• વોટર રૂમ
• પાર્સલ રૂમ
• ઇલેક્ટ્રિક રૂમ
• સ્ટોલ: ૪
• ડ્રાઈવર કંડકટર રેસ્ટ રૂમ
• લેડીઝ કંડકટર રેસ્ટ રૂમ
• વિકલાંગ મુસાફરો માટે વિશેષ શૌચાલય અને સ્લોપિંગ રેમ્પ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com