વાવોલનો વિકાસ આંખે વળગતા હવે નગરસેવકની આંખમાં ખુંચવા લાગ્યો
Gj-૧૮ એવું વાવોલ છેવાડાનું એક સમયે ગામ કહેવાતું ત્યારે સરગાસણ, રાયસણ, કુડાસણ, આ બધું ધમધોકાર વિકાસ થયો, તેને હવે સરગાસણ કરતા લોકો વાવોલને વધુ પસંદ કરી રહ્યા છે, આજે જે જનસંખ્યા વાવોલની હતી તેના કરતાં ચાર ગણી સંખ્યા ન્યુ-વાવૉલમાં વધી છે, ત્યારે વાવોલ કોલવડા જેવા વિસ્તારોમાં વિકાસ માટે જે ઝઝૂમી રહ્યા છે, તેમાં વાવૉલના વિકાસ માટે આડ ખીલી રૂપ બનીને જે રજવાડી થાંભલા થી લઈને જે બ્યુટી ફિકેશન કરવામાં આવ્યું છે તેમાં વાવોલનો વિકાસ જે આંખે વળગતો હતો તે હવે એક સભ્યને આંખમાં ખૂંચવા લાગ્યો છે,
વાવોલ ના ૩ કોર્પોરેટર તેમાં એક ડેપ્યુટી મેયર વિકાસ માટે ઝઝૂમી રહ્યા છે, ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ તેમ અહીંયા સૌનું સાથ ખરો પણ ભાજપના અન્ય વિસ્તારના નગરસેવકનો વાંધો જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે શહેરમાં પણ બોર્ડ જાેઈ શકાય છે, તેમાં જે વાવોલનો વિકાસ થયો તે ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહ ગોલ તથા નગરસેવકોને આભારી છે, ત્યારે વાવોલમાં પણ બે ભાગ પડ્યા છે તેમાં ન્યુ વાવોલ નવું નામ માર્કેટમાં ઉભરી આવ્યું છે, આવનારા દિવસોમાં કાંકરિયા નું તળાવ અમદાવાદ વસ્ત્રાપુર નું લેક તેમ હવે વાવોલનું તળાવ સુશોભિત બને અને લોકો આ તળાવ જાેવા આવે તેવું રમણીય બનાવવા કવાયત તે જ કરતા ભાજપના એક નગર સેવક રોળા નાખતા ફરિવાર કમિટીમાં સ્થાયી સમિતિએ ના મંજૂર કર્યા છે બાકી વાવોલ-કોલવડા નો વિસ્તાર હવે વિકાસ દેખાઈ રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં રોળા નાંખતા આ નગરસેવક સામે વાવોલ કોલવડા ની પ્રજા વિરોધનો વરઘોડો કાઢે તેવી સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે, બાકી ડેપ્યુટી મેયર થી લઈને નગરસેવક વાવોલના તમામનો પ્રજા પર મોટો હોલ્ટ છે, જેથી વિકાસના આડે રોળા નાખનાર ભાજપના નગરસેવક સામે હવે બાપુ મોળા નહીં થાય કારણ કે પ્રજાના પ્રશ્ને અને વિકાસના આડે આડ ખીલ્લી રૂપ બનતા ને હવે જનતા પાઠ ભણાવે તો નવાઈ નહીં,
—–
કમિટીમાં વાવોલનો વિકાસ આંખે વળગે તેવો રહેતા અને શહેરમાં ન્યુ વાવોલની ચર્ચા થતાં ભાજપના એક નગરસેવક આડ ખીલી રૂપ બનીને વાવોલનો વિકાસ અટકાવવા આડ ખીલી રૂપ બન્યા છે, હવનના હાડકા હવે વાવોલ, કોલવડાના વિકાસમાં નાખનારા તત્વો સામે પબ્લિક
મેદાને ઉતરે તો નવાઈ નહીં,