માનવ મિત્ર સાંધ્ય દૈનિકમાં આજનાં અંકમાં રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે તેવું લખ્યું હતું તે સમાચાર સાચા પડ્યા
તેલંગણા અને કર્ણાટકમાં આપેલા વચનો પુરા કરી રહ્યા છીએ તેવી જ રીતે જો અમે લોકસભા 2024 ની ચૂંટણીમાં સરકાર બનશે તો અમે અમારા વચનો પૂરા કરીશું : એઆઈસીસીના મહાસચિવ કે.સી. વેણુગોપાલ
નવી દિલ્હી
કોંગ્રેસે આજે લોકસભા 2024 ની ચૂંટણી માટે 39 ઉમેદવારોના નામોની યાદી એઆઈસીસીના મહાસચિવ કે.સી. વેણુગોપાલે જાહેર કરી છે. જેમાં એસએસસીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ થી ચૂંટણી લડશે. કેરલાના થી વનંથાપુરમ શશી થરૂર,છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છત્તીસગઢના રાજનંદગાંવથી પણ લડશે. પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો જનરલ કેટેગરીના અને 24 ઉમેદવારો એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી કેટેગરીના છે. કેસી વેણુ ગોપાલ એ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અત્યારે હાલમાં ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા માં જોડાયા છે અને 17 માર્ચે મુંબઈમાં ભારત જોડે ન્યાયત્રા પૂર્ણ થશે તે પહેલા મહારેલીમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તે પણ જોડાશે. તેલંગણા અને કર્ણાટકમાં આપેલા વચનો પુરા કરી રહ્યા છીએ તેવી જ રીતે જો અમે લોકસભા 2024 ની ચૂંટણીમાં સરકાર બનશે તો અમે અમારા વચનો પૂરા કરીશું. 39 ઉમેદવારોના નામોની જે યાદી તૈયાર થઈ છે તેમાં મુખ્યત્વે છત્તીસગઢ, કેરલા, કર્ણાટક, લક્ષદીપ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા અને ત્રિપુરા નો સમાવેશ થાય છે.