ભાજપમાં અનેક દુખી, ઉચ્ચકક્ષાએ ઘંટડી વગાડવા જાય કોણ? સોશિયલ મીડિયામાં ગાભાથી લઈને અનેક રમૂજો…
દેશમાં સૌથી મોટી લાર્જેસ્ટ પાર્ટી ભાજપ છે, ત્યારે ગુજરાતમાં અત્યારે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ રાજીનામાં આપીને કોંગ્રેસ યુક્ત ભાજપ બની રહ્યું છે, ત્યારે વર્ષો જૂના કાર્યકરો એવા 30 થી 35 વર્ષથી સેવા આપતા અનેક લોકો રીબાઈ રહ્યા છે, પણ હવે કરવું શું? ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા ગળે ઘંટડી બાંધીને જાય કોણ? 155 સીટો ભાજપની છતાં કોંગ્રેસના નેતાઓની ભાજપને જરૂર છે, ભાજપના લાખો કાર્યકરો ઉપર શું ટ્રસ્ટ નથી, ત્યારે વર્ષો જુના કાર્યકરો અને 25 વર્ષથી ગુજરાતમાં એકહથ્થુ શાસન ભોગવતી ભાજપને અનેક કાર્યકરો જે સેવા આપી રહ્યા છે, તેમાં બોર્ડ, નિગમ, MLA સાંસદની ટિકિટ, નગર સેવકથી લઈને અનેક સપનાઓ જોઈ રહ્યા છે ત્યારે આવા અનેક સપના મોંઘેરીલાલના તૂટી ગયા છે હવે આવનારા વર્ષોમાં જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમાં અડધો અડધ સંખ્યા થઈ ગઈ છે ત્યારે અણીશુદ્ધ ભાજપ અને શુદ્ધ ભાજપનું લેવલ હવે જતું રહ્યું છે ત્યારે નાનો-મોટા નેતાઓએ કોંગ્રેસ છોડીને ભાજપમાં એન્ટ્રી મેળવ્યા બાદ હાલ તો જોઈન્ટ થયા તે લહાવો છે બાકી ક્યારે લોટરી લાગે અને કમિટમેન્ટ કાંઈ હોય તો નિભાવે તેની રાહ જોવાઈ રહી છે,
ભાજપમાં મહિલા મોરચો જોવા જઈએ તો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે જે મહિલાઓમાં ભાજપમાં જોડાવાનો ક્રેઝ આવ્યો હતો, તે ડાઉન થઈ ગયો છે, મહિલા મોરચો જોઈએ એવો પર્ફોર્મન્સ કરી શક્યું નથી, દરેક કાર્યક્રમમાં મહિલાઓની હાજરી પાંખી જોવાઈ રહી છે, ભાજપમાં અનેક કાર્યકરોમાં કોંગ્રેસનો ભરતી મેળો અને આટલા જોડાયા? આ જોડાયા સાંભળી સાંભળીને, હૃદયના ધબકારા પણ વધારી દીધા છે, બાકી પાર્ટી પક્ષ બદલીને આવ્યા તે કોઈ કમિટમેન્ટ વગર તો નહીં આવ્યા હોય ને? ત્યારે હવે કાર્યકરોમાં એક જ પ્રશ્ન છે? અમારું શું? અમારી કદર પાર્ટીપક્ષ કરશે ખરી? જો મોટી પાર્ટી અને લાખો કાર્યકરો અને કાર્યકરોની મહેનતથી જ આટલી સીટો આવી છે, તો બીજા પક્ષોના નેતાઓને પાર્ટીમાં લેવાની જરૂર ખરી?