દિલ્હીની એક કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહને ઉપસ્થિતિ દરમિયાન હેલ્ધી ફૂડ અને બોટલબંધ પાણી ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે, કોઈ બીજા રાજ્ય કે કોર્ટમાં ઉપસ્થિતિ દરમિયાન કે ટ્રેનથી લઈ જવા દરમિયાન પણ તેમને ડૉક્ટરે બતાવેલા નિર્દેશ મુજબ જ ભોજન ઉપલબ્ધ કરાવવું જોઈએ. સંજય સિંહની અરજી પર કોર્ટે એમ પણ કહ્યું કે, જો તેનો ખર્ચ 70 રૂપિયાથી વધુ આવે છે તો તેમની પાસે વસુલવો જોઈએ.
દિલ્હીની એક કોર્ટે આબકારી નીતિ કેસમાં ધરપકડ કરાયેલા AAPના નેતા અને સંજય સિંહને રાજધાની બહારની કોર્ટોમાં ઉપસ્થિતિ દરમિયાન તેમને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા છે.
ન્યાયાધીશે કહ્યું કે, સંજય સિંહને યાત્રા દરમિયાન આહાર સિવાય બોટલબંધ પાણી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલે સંજય સિંહ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ પાસ કર્યો. AAP નેતાએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે દિલ્હી બહારની કોર્ટોમાં ઉપસ્થિતિ દરમિયાન તેમને ચોખ્ખું પેયજલ, પૌષ્ટિક આહાર અને રહેવા માટે સ્વસ્થ જગ્યા જેવી પાયાની જરૂરીયાતો ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી.
ન્યાયાધીશે સ્વીકાર્યું કે, જ્યારે AAPના રાજ્યસભાના સભ્ય રાષ્ટ્રીય રાજધાની બહાર ટ્રેનથી યાત્રા કરે છે તો ભોજનની પસંદના સંબંધમાં કેટલીક સીમાઓ હોય શકે છે. ન્યાયાધીશે કહ્યું કે, આ કોર્ટનું માનવું છે કે ભલે અરજીકર્તા એક સાંસદ છે, પરંતુ તેઓ વિચારાધીન કેદીના રૂપમાં કોઈ વિશેષાધિકાર કે ખાસ વર્તનના હકદાર નથી. પહેલા જ રેકોર્ડમાં લાવવામાં આવેલી તેમની ચિકિત્સા સ્થિતિને ધ્યાનમાં રાખતા તેમને જેલમાં ડૉક્ટરો દ્વારા બતાવવામાં આવેલો આહાર આપવામાં આવી રહ્યો છે.
ન્યાયાધીશે સંબંધિત પોલીસ ડેપ્યુટી કમિશનર (DCP)ને એ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા કે જ્યારે પણ અરજીકર્તાને ઉપસ્થિતિ માટે શહેર બહારની કોર્ટોમાં લઈ જવામાં આવે તો તેમને તેમની પસંદનો સ્વસ્થ અને પૌષ્ટિક આહાર આપવામાં આવે, પરંતુ એ ચિકિત્સકીય સલાહને અનુરૂપ હોય. કોર્ટે કહ્યું કે, આ ભોજન ટ્રેનની પેન્ટ્રી કારમાં ઉપલબ્ધ હોય કે IRCTCની ઓનલાઇન એપના માધ્યમથી તેની વ્યવસ્થા કરવામાં આવે. જો આ પ્રકારના ભોજનની કિંમત વિચારાધીન કેદીઓ માટે પ્રતિ ડિશ નિર્ધારિત 70 રૂપિયાથી વધુ હોય તો વધેલી કિંમત અરજીકર્તા આપે અને સંબંધિત અધિકારી આ કિંમત તેમની પાસે વસૂલી શકે છે.