સંગઠન જ ભાજપની તાકાત,”પાર્ટી વિથ ડિફરન્સ”,જન આશીર્વાદ યાત્રા- બાઈકરેલી આજે એલિસબ્રિજ વિધાનસભા સવારે આઠ કલાકે ધરણીધર દેરાસરથી નીકળી

Spread the love

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકની સંયુક્ત આઈ. ટી. પ્રોફેશનલ્સની મીટ યોજાઈ

“ MINIMUM GOVERNMENT- MAXIMUM GOVERNANCE” ના સૂત્રને સાકાર કરી વિશ્વ શ્રેષ્ઠ ભારત બનાવા આપણું યોગદાન આપીએ : પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા

અમદાવાદ

કર્ણાવતી મહાનગર અમદાવાદ પશ્રિમ લોકસભામાં આજે જન આશીર્વાદ યાત્રા- બાઈકરેલી- અમદાવાદ પશ્રિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા અને કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ એલીસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય અમીતભાઈ પી શાહની ઉપસ્થિતિમાં સવારે 8.00 કલાકે ધરણીધર દેરાસરથી નીકળી હતી. જ્યારે મણિનગર વિધાનસભા સવારે 11.00 કલાકે મેલડી માતાનું મંદિર સેવન ડે સ્કુલ પાસે ખોખરા અને અમરાઈવાડી વિધાનસભા બપોરે 3.00 કલાકે જોગણી માતાના મંદિર પાસે અમરાઈવાડી ગામ ખાતે આજે નીકળશે.

ગતરોજ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની વ્યવસ્થા ટિમની બૃહદ બેઠક યોજાઈ. ભાજપે લોકસભામાં આવતી વિધાનસભાની પણ વ્યવસ્થા ટિમ બનાવી દીધી છે, બધાને જવાબદારી સોંપાઈ ગયી છે. આ માઈક્રો પ્લાંનિંગ- સુચારુ વ્યવસ્થા ભાજપને અન્ય રાજનીતિક પક્ષો કરતા અલગ તારવે છે, એટલે જ કહેવાય છે- “પાર્ટી વિથ ડિફરન્સ”.આ બેઠકમાં આશરે 600 જેટલા વિવિધ જવાબદારીઓનું નિર્વહન કરતા કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપમાં ઉમેદવાર ચૂંટણી લડતો નથી પણ સંપૂર્ણ સંગઠન સાથે રહીને ચૂંટણી લડે છે તે એક ખુબ મોટી બાબત છે. સૌ મહાનુભાવોએ પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યું હતું અને 5 લાખથી વધુ લીડથી બેઠક જીતવાનો સંકલ્પ લીધો હતો.

ગતરોજ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકની સંયુક્ત આઈ. ટી. પ્રોફેશનલ્સની મીટ યોજાઈ હતી. પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ સવિષેશ માર્ગદર્શન આપ્યું હતું. ડિજિટલ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને “ MINIMUM GOVERNMENT- MAXIMUM GOVERNANCE” ના સૂત્રને સાકાર કરી વિશ્વ શ્રેષ્ઠ ભારત બનાવા આપણું યોગદાન આપીએ. ગુજરાત પ્રદેશ આઈ ટી વિભાગના સંયોજક નિખિલ ભાઈ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. મહાનગરના આઈ ટી વિભાગના પદાધિકારીશ્રીઓએ કાર્યક્રમનું સુચારુ આયોજન હાથ ધર્યું.

સમગ્ર દેશમાં વિકસિત ભારત- સંકલ્પ પત્ર 2024, “મોદી કી ગારંટી” અભિયાન અંતર્ગત જનતા જનાર્દનના સૂચનો એકત્ર કરવાનું અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત કર્ણાવતી મહાનગરમાં પણ વિવિધ સ્તરે- વિવિધ વિસ્તારોમાં મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત જન સંપર્ક થકી સૂચનો એકત્ર કરવામાં આવી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com