શિવરાત્રીના મેળામાં અમદાવાદથી ગિરનાર ફરવા ગયેલા 28 વર્ષના યુવકનું હાર્ટ અટેકના લીધે મૃત્યુ

Spread the love

રાજ્યમાં યુવાનોમાં સતત હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ યુવકને કોઇપણ પ્રકારની બીમારી ન હોય તેમ છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બને છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. શિવરાત્રીના મેળામાં અમદાવાદથી ગિરનાર ફરવા ગયેલા 28 વર્ષના યુવકનું હાર્ટ અટેકના લીધે મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવક તેના મિત્રો સાથે ગિરનાર પર્વત પર ગયેલો હતો તે સમયે અમુક0 પગથિયાં ચડ્યા બાદ અચાનક શ્વાસ ચડતા તે બેસી ગયો અને ત્યારબાદ હાર્ટ અટેક આવી જતા યુવકનું ઘટનાસ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.યુવકના મૃતદેહને અમદાવાદમાં રાત્રીના લાવવામાં આવ્યો હતો.

જાણકારી મુજબ, અમદાવાદના રાણીપ ચેનપુરમાં સહજાનંદ હોમ્સમાં રહેનાર મેહુલ પીઠવા HDFC બેન્કમાં ક્રેડિટ વિભાગમાં રિકવરી સંભાળી રહ્યો હતો. ગઈકાલના શિવરાત્રી હોવાના લીધે મેહુલ તેના મિત્રો સાથે ગિરનાર ગયેલો હતો. ગિરનારમાં ભીડ વચ્ચે મેહુલ સીડી દ્વારા તે ઉપર ચઢી રહ્યો હતો. એવામાં અમુક સીડી ચઢ્યા બાદ મેહુલ દ્વારા તેના માતા સાથે વિડીયો કોલ કરીને વાતચીત પણ કરવામાં આવી હતી. એવામાં ભીડના લીધે તે મિત્રોથી અલગ પણ થઈ ગયો હતો.

તેની સાથે માતા વિડીયો કોલ પર વાત કર્યા બાદ મેફુલ ઉપર ચડવા ગયો હતો પરંતુ તે હાંફી ગયો અને તે સાઈડમાં જઈને બેસી ગયો હતો. તે સમયે મેહુલને અચાનક જ હાર્ટ અટેક આવી ગયો હતો. ત્યાર બાદ આજુબાજુના લોકો ભેગા મળી મેહુલને નીચે લઈને આવ્યા અને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા મેહુલનો જીવ ચાલ્યો ગયો હતો. ગિરનારની જ હોસ્પિટલમાં મેહુલના મૃતદેહનું પીએમ અર્થે ગઈ કાલ મોડી રાત્રીના તેના અમદાવાદના નિવાસસ્થાન ખાતે લવાયો હતો. આજ સવારના મેહુલની અંતિમક્રિયા કરાઈ હતી.

જ્યારે મેહુલના સંબંધી દીપકભાઈ પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મેહુલને કોઈ બીમારી રહેલ નહોતી. અચાનક જ હાર્ટ અટેક આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું છે. મેહુલ 10 દિવસ અગાઉ છોકરી જોવા માટે પણ ગયો હતો. મેહુલના પિતાને અગાઉ હાર્ટ અટેક આવી ચુકેલ છે. એવામાં મેહુલના મોતના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com