અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એટીએમ કે ડેબિટ કાર્ડ બદલી નાખી ખાસ કરીને વૃદ્ધો સાથે ઠગાઇ કરતી ગેંગ ફરી સક્રિય, 3 દિવસમાં 4 બનાવ

Spread the love

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એટીએમ કે ડેબિટ કાર્ડ બદલી નાખી ખાસ કરીને વૃદ્ધો સાથે ઠગાઇ કરતી ગેંગ ફરી સક્રિય થઇ હોય તેમ ઉપરાઉપરી બનાવો નોંધાઇ રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં જ આ પ્રકારના વધુ 4 બનાવ નોંધાયા છે.

પૂર્વ અમદાવાદમાં ૩થી 6 માર્ચ દરમિયાન છેતરપિંડીના ચાર બનાવ બન્યા છે. આથી શહેર પોલીસ ઉપરાંત સાયબર ક્રાઈમની એજન્સીઓ સક્રિય થઇ છે.

ઓઢવમાં તો એક જ દિવસમાં બે બનાવ નોંધાયા છે. નારોલ અને ખોખરામાં એક-એક બનાવ બન્યો છે. આ ટોળીની મોડેસ ઓપરેન્ડી એવી હોય છે કે, ATM સેન્ટરમાં પૈસા નીકળવા જતા વૃદ્ધોને ટોળકીના સાગરીતો ટાર્ગેટ કરતા હોય છે. વૃદ્ધોને વાતોમાં ભોળવીને એટીએમ કે ડેબિટ કાર્ડ બદલી દેવામાં આવે છે. સાગરીતો પીન જાણી લઇ બાદમાં પળભરમાં લોકોની મહેનતની કમાણી એકાઉન્ટમાંથી કાઢી લેતા હોય છે. આવા બનાવોને ડામવા સ્ટેટ સાયબર ક્રાઈમ સહિતની એજન્સીઓ વધુ સક્રિય થઇ છે.

એટીએમ કાર્ડ બદલું ટોળકી મોટેભાગે વૃદ્ધોને જ નિશાન બનાવે છે. આ ટોળકીના સાગરીતો એટીએમ સેન્ટરની આસપાસ ફરતા રહેતા હોય છે. જેવું કોઈ વૃદ્ધ વ્યક્તિ એટીએમ સેન્ટરમાં દાખલ થાય તેવા જ નજીકમાં જઈને ઊભા રહી જાય છે. જો કોઈ વૃદ્ધને એટીએમના ઉપયોગ કરતા અડચણ પડતી હોય તો મદદ કરવાના બહાને ગેંગના સાગરીત તેમનો વિશ્વાસ કેળવી લે છે. બાદમાં રૂપિયા નીકળતા નથી કહીને અન્ય ભળતું છતાં બંધ એટીએમ કાર્ડ વૃદ્ધને આપી દેતા હોય છે. વૃદ્ધની નજર ચૂકવીને ATM કાર્ડ બદલી નાખીને વૃદ્ધ પાસેથી જે કાર્ડ સેરવી લીધું હોય તેનો પીન નંબર આપ્યો હોય તેના મારફતે રૂપિયા નીકળી ફરાર થઇ જાય છે. શહેરમાં ત્રણ દિવસમાં ચાર બનાવના પગલે સાયબર એજન્સીઓ સતર્ક ગઈ છે કારણ કે ઘણા વર્ષો બાદ શહેરમાં કાર્ડ સેરવી લઇ પૈસા ઉપાડી લેતી ટોળકી સક્રિય થઈ છે.

ઓઢવ વિસ્તારમાં ગઇ 2 માર્ચે થયેલી ફરિયાદ મુજબ વૃદ્ધ તેમની પત્નીના ઈલાજ માટે ATM સેન્ટરમાંથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે કોઇ શખ્સે તેમનું એટીએમ કાર્ડ બદલી નાખ્યું અને બાદમાં રૂપિયા ૨૩ હજાર ખાતામાંથી કાઢી લીધા હતા.

ઓઢવમાં ૩ માર્ચે થયેલી ફરિયાદ મુજબ એક વૃદ્ધને ATM સેન્ટરમાં જતા જોઇને ગઠિયો ત્યાં પહોંચી ગયો હતો. ગઠિયાએ કહ્યું કે, કાકા તમે સ્લીપ બહાર કાઢી લો, ત્યાં સુધી તમારું એટીએમ કાર્ડ હું પકડું છું. આમ કહીને વિશ્વાસ કેળવી નજર ચૂકવીને તેમનું કાર્ડ બદલી દીધું હતું. વૃદ્ધે ઘરે જઈને તપાસ કરી તો ખાતામાંથી રૂપિયા 10 હજાર નીકળી ગયા હતા.

નારોલ વિસ્તારમાં ૩ માર્ચની ફરિયાદ મુજબની વૃદ્ધ રૂપિયા નીકળવા ગયા ત્યારે બે યુવક આવ્યા અને લાવો તમને રૂપિયા કાઢી આપીએ કહી વૃદ્ધનું એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. બાદમાં તમારા ખાતામાંથી રૂપિયા નીકળતા નથી કહીને બંને નીકળી ગયા હતા. વૃદ્ધ ઘરે પહોંચ્યા ત્યારે મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે તેમના ખાતામાંથી રૂપિયા 32 હજાર વિડ્રો થયા છે.

ખોખરા વિસ્તારના બનાવની ફરિયાદ મુજબ એટીએમમાં વૃદ્ધ રૂપિયા ઉપાડવા ગયા ત્યારે અજાણ્યો યુવાન આવ્યો અને કાકા તમને રૂપિયા કાઢતા નથી આવડતું કહીને ATM અને પીન નંબર મેળવી લીધો હતો. બાદમાં તમારું ATM કાર્ડ ખરાબ છે તેમ કહીને ડુપ્લિકેટ કાર્ડ આપી દીધું. વૃદ્ધે બાદમાં બેલેન્સ ચેક કર્યું ત્યારે રૂપિયા 40 હજાર ઉપડી ગયા હોવા જાણવા મળ્યું હતું.

અજાણી વ્યક્તિ ઉપર મૂકવામાં આવતો ભરોસો જ આવા બનાવો બનવા પાછળનું મુખ્ય કારણ છે. કોઈપણ વૃદ્ધને એટીએમનો ઉપયોગ આવડતો ન હોય તો પરિવારના કોઈ વ્યક્તિને સાથે રાખવો. જો એવું શક્ય હોય નહીં તો એટીએમમાં જાવ ત્યારે તમારી સાથે કોઈને અંદર આવવા દેવો જોઈએ નહીં. આવા બનાવોથી બચવા જાગૃતિ અને વ્યક્તિગત સભાનતા જ જરૂરી બની રહે છે.- ભરતસિંહ ટાંક, ઇન્ચાર્જ એસ.પી. (સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, ગાંધીનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com