પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા વિસ્થાપિતોને ભારતમાં પોતાનું ‘કાયમી ઘર’ મળી જશે, કારણ કે તેમની ભારતની સત્તાવાર નાગરિકતા મળવા જઈ રહી છે. આ માટે મોદી સરકારે મોટી તૈયારી પૂરી કરી લીધી છે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટું પગલું ભર્યું છે. મોદી સરકાર આજ રાતથી CAA (નાગરિકતા સુધારા કાયદો) લાગુ પાડવા જઈ રહી છે માટે ગૃહ મંત્રાલય તરફથી તેને સત્તાવાર લાગુ પાડતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.નોટિફિકેશન બહાર પાડ્યાં બાદ હવે દેશમાં સીએએ કાયદો લાગુ થઈ ગયો છે.
સીએએ 3 દેશો, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવેલા છ લઘુમતીઓ હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખો, જૈનો, બૌદ્ધો અને પારસીઓને ભારતીય નાગરિકતાં આપતો કાયદો છે.
ભારતની નાગરિકતાં લેવા માગતાં 3 દેશોના 6 લઘુમતીઓએ CAA એક વેબ પોર્ટલ પર અરજી કરવાની કરવાની રહેશે અને સરકારી તપાસ બાદ તેમને કાનૂની ધોરણે ભારતીય નાગરિકતાં આપવામાં આવશે. જોકે આ લઘુમતીઓએ ભારતીય નાગરિકતા માટે કોઈ દસ્તાવેજો નહીં આપવા પડશે. 2019માં મોદી સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો.
સીએએ કાયદો ડિસેમ્બર 2019માં સંસદમાં પાસ થયો હતો, તેને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ હતી જોકે ત્યારથી તે પેન્ડીંગ હતો. પૂર્વોત્તર ક્ષેત્ર સહિત દેશના કેટલાક ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા જે પછી તે ટલ્લે ચઢ્યો હતો અને હવે મોદી સરકારે તેને લાગુ પાડી રહી છે.