લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ઉતાવળે પૂરા ન થયા હોય તેવા પ્રોજેક્ટોના લોકાર્પણ:રામદેવપીર ટેકરા સ્લમ રિડેવલપમેન્ટના 500થી વધુ મકાનોનો ડ્રો અને લોકાર્પણ પણ આ મકાનોમાં હજુ સુઘી ગટર, પાણી કે વીજળીના કનેક્શન આપવામાં આવ્યા નથી જેથી આ તમામ મકાનોમાં લોકો રહેવા જઇ શકતા નથી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં ચર્ચા મુજબ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ઉતાવળે પૂરા ન થયા હોય તેવા પ્રોજેક્ટોના લોકાર્પણ કરવામાં આવી રહ્યાં છે. ઉદાહરણ તરીકે, એકાદ મહિના પહેલાં કેન્દ્રીય સહકાર અને ગુહમંત્રી અમિત શાહના હસ્તે રામદેવપીર ટેકરા સ્લમ રિડેવલપમેન્ટના 500થી વધુ મકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો અને લોકાર્પણ કરવામાં આવ્યું હતુ પણ આશ્ચર્યની વાત એ છે કે, આ મકાનોમાં હજુ સુઘી ગટર, પાણી કે વીજળીના કનેક્શન આપવામાં આવ્યા નથી જેથી આ તમામ મકાનોમાં લોકો રહેવા જઇ શકતા નથી. હવે અહીં સવાલ એ ઉઠે છે કે, જો મકાનોમાં ગટર, પાણી કે વીજળીના કનેક્શન મળ્યાં ન હતા તો પછી ડ્રો કરીને લાભાર્થીઓને મકાનની ચાવી આપવાની ઉતાવળ કેમ હતી.
આવો બીજો કિસ્સો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તા.4 માર્ચ 2024ના દિવસે મોટા તામજામ સાથે શહેરના પાલડી વિસ્તારના જલારામ અંડરપાસનું લોકાર્પણ કરાયુ હતુ પણ લોકાર્પણ કરાયાના ગણતરીના કલાકોમાં આ અંડરપાસને પબ્લીક માટે બંધ કરી દેવાયો હતો. આ જલારામ અંડરપાસનું કામ અધુરું હોવા છતાં લોકાર્પણ કરી દેવાયું હતુ. હવે આ અંડરપાસ પબ્લીક માટે ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે તેની કોઇ તારીખ જાહેર કરવામાં આવી નથી. જો અંડરપાસનં અંડરપાસનું કામ પુરું થયું નથી તો પછી ખુલ્લો કેમ મુકવામાં આવ્યો તે મોટો સવાલ છે. હાલની સ્થિતિએ, આ અંડરપાસમાં કેટલીક બાબતોના કામ અધૂરા હતા. અંડરપાસના એક તરફના રોડમાં ટાવર આવે છે જે હટાવવાની કામગીરી કરવાની બાકી હતી. એક તરફથી આવતા વાહનચાલકો માટે ડિવાઇડર બનાવવાનું બાકી છે આ સિવાય અંડરપાસમાં નવો રોડ બનાવવાની ભલામણ પણ આવી હતી જેની કામગીરી કરતાં સમય લાગશે પછી આ અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવશે. આ અંડરપાસ ખુલ્લો મૂકવાની ઉતાવળ કેમ કરવામાં આવી તે મોટો સવાલ છે. આ નાગરિકો સાથે છેતરપીંડી સમાન બે કિસ્સા છે.
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ ક્રોસિંગ નીચે 452 મીટરની લંબાઈનો જલારામ અંડરપાસનું લોકાર્પણ કરાયું હતુ પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, રેલવે અને મેટ્રોએ ભેગા મળીને જલારામ અંડરપાસ બાંધ્યો છે છે પણ કોઇ ક્રેડિટ લેવા તૈયાર નથી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જલારામ અંડરપાસની ડિઝાઈનમાં થયેલા ફેરફારના કારણે કામગીરી પૂર્ણ થવામાં અંદાજે 3 વર્ષનો વિલંબ થયો છે જેથી અમદાવાદ શહેરનો સૌથી મોંઘા અંડરપાસ તરીકે પાલડીનો જમારામ અંડરપાસ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, ઓંડા, નેશનલ હાઇવે ઓથોરીટીએ છેલ્લાં 7 વર્ષમાં અમદાવાદમાં બનાવેલા મોટાભાગના અંડરપાસ અને ફ્લાયઓવરોની સરખામણીએ જલારામ અંડરપાસની લંબાઈ માત્ર 452 મીટર હોવા છતાં પણ ખર્ચ અધધ 83 કરોડનો થયો છે. તે કોઈને હજમ થાય તેવો નથી. આ અંડરપાસનો ખર્ચ સૌથી મોટી ખાયકી અને ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લાં 5 વર્ષમાં સીમ્સ રેલવે ઓવરબ્રિજ રુ.70.89 કરોડ, વિરાટનગર જંકશન ફ્લાયઓવર રુ.50.66 કરોડ, અજીત મિલ જશન ફફ્લાયઓવર રુ.61.19 કરોડ, રાજેન્દ્ર પાર્ક સ્પ્લીટ ફ્લાયઓવર રુ.82 કરોડ અને જગતપુર રેલવે ઓવરબ્રિજ રુ.76.41 કરોડમાં બાંધવામાં આવ્યા છે. આ તમામ ફલાયઓવરથી પણ મોંઘો જલારામ અંડરપાસ રુ.83 કરોડમાં બંધાયો છે.
અહીં સૌથી આશ્ચર્યની વાત એ છે કે, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણાથી મોટેરાની વચ્ચેના મેટ્રોના એલિવેટેડ કોરિડોરની નીચેના ભાગમાં આવતો હોવાથી જલારામ અંડરપાસ બનાવવાની કામગીરી મેટ્રો દ્વારા સંભાળવામાં આવી હતી. વર્ષ 2016થી મેટ્રોએ જલારામ અંડરપાસ બનાવવાનું આયોજન કર્યું હતુ પણ કામ વર્ષ 2020 પછી શરુ કરવામાં આવ્યું હતુ જોકે, કામ શરુ થયા બાદ તેની ડિઝાઇનમાં ફેરફાર કરવા પડ્યા હતા. મેટ્રોએ પહેલાં જલારામ અંડરપાસની લંબાઇ માત્ર 402 મીટર નિર્ધારિત કરી હતી પણ આ લંબાઇના કારણે આસપાસના સ્થાનિકોને તકલીફ પડશે તેવી એક ભાજપના પૂર્વ ધારાસભ્યએ રજૂઆત કરી હતી જેથી આ અંડરપાસની લંબાઇમાં 50 મીટરનો વધારો કરવામાં આવ્યો હતો જેથી ડિઝાઈનમાં ફેરફાર કરવા પડ્યા હતા સાથે જ્યારે આ અંડરપાસ ડિઝાઇન કરવામાં આવ્યો હતો તે વખતે બ્યુટીફિકેશનના નામે ખર્ચ કરવાનો ન હતો પણ પાછળથી અંડરપાસની દિવાલ ઉપર ખાસ પ્રકારના મ્યુટનલ બનાવીને બ્યુટીફિકેશનના નામે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેથી અંડરપાસમાં કરોડો રુપિયાનો ખર્ચ વધી ગયો હતો.
16.6 મીટરની પહોળાઈ, 452 મીટરની લંબાઇ, 4 લેનનો જલારામ અંડરપાસ બનાવવા પાછળ મેટ્રો (GMRC) દ્વારા રુ.47 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 33 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો અને રેલવે દ્વારા 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ, આ અંડરપાસ બનાવવા પાછળ ટુ.83 કરોડનો ખર્ચ કરાયો છે જેમાં રેલવે દ્વારા રેલવે લાઇનની નીચેનો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે જ્યારે મેટ્રો દ્વારા બંને છેડાનો અંડરપાસ અને બ્યુટિફિકેશન કરાયું છે 9 ? જ્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા યુટીલીટી ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. આ અંડરપાસ પાછળ અધધ રુ.83 કરોડનો ખર્ચ થઇ ગયો છે.મેટ્રો, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને રેલવે દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલો પાલડીનો જલારામ અંડરપાસ અમદાવાદ શહેરનો સૌથી મોંઘો અંડરપાસ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ શહેરને રેલવે ક્રોસિંગ મુક્ત કરવા માટે 10થી વધુ ઐડરપાસ કે સબ વે બનાવવામાં આવ્યા છે પણ તેમાં જે ખર્ચ થયો છે જેનાથી બેથી અઢી ગણો ખર્ચ આ એક અંડરપાસમાં થયો છે. વર્ષ 2016માં શહેરના એસજી હાઇવે ઉપર ઝાયડસ હોસ્પિટલથી પકવાન જંકશન તરફ જતો શહેરનો સૌથી લાંબો થલતેજ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો જેનો ખર્ચ પણ 70 કરોડની આસપાસ થયો હતો. જોકે, આ
જલારામ અંડરપાસ અમદાવાદ શહેરના સૌથી લાંબા થલતેજઅંડરપાસની સરખામણીએ પણ મોંઘો બન્યો છે જેની પાછળનું મુખ્યકારણ બ્યુટીફિકેશનના નામે કરાયેલો કરોડોનો ખર્ચ છે.જલારામ અંડરપાસમાં ખર્ચ વધવા પાછળનાં કેટલાંક કારણો છે. પહેલાતો આ બ્રિજની લંબાઈ વધારવાની રજુઆત આવી હતી જેથી ડિઝાઇનમાંફેરફાર કરવામાં આવ્યો હતો. આ સિવાય આ અંડરપાસની નીચેનાભાગમાં 1800 મીમી ડાયાની અંડરગ્રાઉન્ડ યુટીલીટી ખસેડવી પડી હતીજેમાં માઇક્રો ટર્નલિંગથી કામ કરાયું હતુ જ્યારે અન્ય યુટીલીટી પણખસેડવી પડી હતી જેથી ખર્ચ વધ્યો હતો.
215 કામ 1800 કરોડ અને 37 સિંગલ બીડ વર્ક 190 કરોડ