લોકસભા માટે કોંગ્રેસની છ રાજ્યોના 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાતના 7 ઉમેદવારો જાહેર

Spread the love

 

યુવાન, શિક્ષીત, સામાજીક અને રાજનૈતિક રીતે શ્રેષ્ઠ કામગીરી કરતા ઉમેદવારોની પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે આભાર માનતા તમામ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી છે અને જનતાના આશીર્વાદ મળશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો

બે ધારાસભ્યો, એક પૂર્વ ધારાસભ્ય અને 4 નવા ચહેરા મેદાને ઉતાર્યા,અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા અને અમદાવાદ પશ્ચિમ ભરત મકવાણા, ગેનીબેન બનાસકાંઠાથી, વસોયા પોરબંદરથી,

કોંગ્રેસ વર્કિંગ કમિટીની આગામી બેઠક 15મી માર્ચે મળે તેવી શક્યતા

અમદાવાદ

એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ અને અજય માકને આજે લોકસભા 2024 ની ચૂંટણી માટે કોંગ્રેસની છ રાજ્યોમાંથી 43 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ગુજરાતની સાત સીટ નો સમાવેશ થાય છે. કચ્છ એસસી નીતિનભાઈ લાલન, બનાસકાંઠા ગેનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા અને અમદાવાદ પશ્ચિમ એસસી ભરત મકવાણા,પોરબંદર થી લલિત વસોયા, બારડોલી એસટી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડ એસ.ટી અનંતભાઈ પટેલ, દિવ દમણ થી કેતન ડાયાભાઈ પટેલ,કમલનાથના પુત્ર નકુલનાથને છિંદવાડા થી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહ લોતને જાલોર સહિત રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, આસામ માંથી કુલ 43 ઉમેદવારીની લોકસભાની ટિકિટ જાહેર થઈ છે.

યુવાન, શિક્ષીત, સામાજીક અને રાજનૈતિક રીતે શ્રેષ્ઠ કામગીરી કરતા ઉમેદવારોની પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે આભાર માનતા તમામ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી છે અને જનતાના આશીર્વાદ મળશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

લોકસભાનું નામ કોંગ્રેસના ઉમેદવારનું નામ શૈક્ષણિક લાયકાત ઉંમર હાલનો રાજકીય હોદ્દો

૦૧ – કચ્છ (એસ.સી.) શ્રી નીતેશ લાલન SYBCom 30 પ્રમુખશ્રી, કચ્છ જીલ્લા યુવા કોંગ્રેસ સમિતિ

૦૨ – બનાસકાંઠા શ્રી ગેનીબેન ઠાકોર B.A. 48 ધારાસભ્યશ્રી, વાવ, જી. બનાસકાંઠા

૦૭ – અમદાવાદ પૂર્વ શ્રી રોહન ગુપ્તા B.B.A., M.B.A. 46 પ્રવક્તા, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

૦૮ – અમદાવાદ પશ્ચિમ (એસ.સી.) શ્રી ભરતભાઈ મકવાણા B.Com, LLB 59 પૂર્વ ધારાસભ્ય (સોજીત્રા), પ્રદેશ મહામંત્રી, ગુજરાત કોંગ્રેસ

૧૧ – પોરબંદર શ્રી લલીતભાઈ વસોયા Std.12 Pass 60 પૂર્વ ધારાસભ્ય (ધોરાજી), પ્રમુખ રાજકોટ જીલ્લા કોંગ્રેસ

૨૩ – બારડોલી (એસ.ટી.) શ્રી સિધ્ધાર્થભાઈ ચૌધરી B.E., Mechanical, M.B.A. 47 નેતા કોંગ્રેસ, તાપી જીલ્લા પંચાયત ડીરેક્ટર, સુમુલ ડેરી

૨૬ – વલસાડ (એસ.ટી.) શ્રી અનંતભાઈ પટેલ M.A. B.Ed 47 ધારાસભ્યશ્રી (વાંસદા).

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જાહેર કરેલ ૭ ઉમેદવારોમાંથી ૪ ઉમેદવારો ૫૦ વર્ષથી નીચેની વયના છે.

કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર નીતેશ લાલન કચ્છ જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે.ભૂતકાળમાં ગાંધીધામ વિધાનસભા યુથ કોંગ્રેસથી પોતાની રાજનૈતિક જીવનની શરૂઆત કરનાર યુવા ઉમેદવાર છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક યુવાન ચહેરાને કચ્છ લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે.

બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે શ્રી ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવેલ છે, ગેનીબેન ઠાકોર સમગ્ર ઉત્તર ગુજરાતમાં સામાજીક અને રાજકીય કામગીરીથી લોકપ્રિય ચહેરો છે તથા છેલ્લા બે-ટર્મથી વાવ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે. ગેનીબેન ઠાકોરની રાજનૈતિક શરૂઆત યુવા કોંગ્રેસના માધ્યમથી થયેલ હતી.

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે એ.આઈ.સી.સી.ના પ્રવક્તા અને યુવા ચહેરા તરીકે રોહન ગુપ્તાની પસંદગી કરેલ છે. એસ.એસ.સી. અને એચ.એસ.સી. માં ટોપ ટેનમાં આવનાર રોહન ગુપ્તાએ ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની સોશ્યલમીડીયા ટીમના ચેરમેન તરીકે જવાબદારી સંભાળેલ હતી. તેઓએ ઘણા રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ વોરરૂમની જવાબદારી સંભાળેલ હતી.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ મકવાણાની પસંદગી કરેલ છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનમાં ઘણા સમયથી સક્રિય કામગીરીમાં હતા. તેઓ ધારાસભ્ય તરીકે ૧૯૯૮માં સોજીત્રા બેઠકથી ચૂંટાયેલ હતા.

પોરબંદર લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્યશ્રી લલીત વસોયાની પસંદગી કરવામાં આવી છે. તેઓ હાલ રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. તેઓ સૌરાષ્ટ્રના સામાજીક નેતા તરીકે પ્રસ્થાપિત છે. તથા અનેક પાટીદાર સમાજની સંસ્થાઓ જોડે સંકળાયેલા છે. તેઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે સેવા આપી છે.

બારડોલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તાપી જીલ્લા પંચાયત વિપક્ષના નેતાશ્રી સિધ્ધાર્થ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. તેઓ સહકાર ક્ષેત્રમાં સક્રિય છે, તેઓ સુમુલ ડેરીના ડીરેક્ટર છે અને અન્ય અનેક સહકારી સંસ્થાઓમાં સભ્ય છે. તેઓ આદિવાસી વિસ્તારમાં શિક્ષીત અને સામાજીક નેતા તરીકે છાપ ધરાવે છે. તેઓએ રાજનૈતિક શરૂઆત યુવક કોંગ્રેસના માધ્યમથી કરેલ હતી. અને અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આદિવાસી બાળકોને શિક્ષણ મળે તે માટે કાર્યરત છે.

વલસાડ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્યશ્રી અનંત પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ છેલ્લા બે-ટર્મથી વાંસદા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાઈને આવે છે. તેઓએ પોતાની રાજનીતિની શરૂઆત ગામના સરપંચથી શરૂ કરી ત્યારબાદ તાલુકા પંચાયત અને ધારાસભામાં ચૂંટાઈને આવ્યા હતા. તેઓ આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને હરહંમેશ લડતા આવ્યા છે. તેઓ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ખુબજ લોકપ્રિય છબી ધરાવે છે. તેઓએ રાજનૈતિક શરૂઆત યુવક કોંગ્રેસના માધ્યમથી કરેલ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com