બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સૂચનાથી બીસીજી દ્વારા ગુજરાતની જોડાણ રિન્યૂ ન કરાવનાર લો કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને માન્ય ન ગણવાની અને તેમનું રજિસ્ટ્રેશન નહીં કરાય તેવી ચેતવણી આપ્યા બાદ કાયદાના સ્નાતકો અને કોલેજો-યુનિવર્સિટીના સત્તાધીશોમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે બીસીઆઇના આદેશની અમલવારી કરાય તો ગુજરાતમાં 32 હજારથી વધુ વિદ્યાર્થીઓની ડિગ્રી રદ થવાની ભીતિ સેવાઇ રહી છે.
બીસીઆઇના સભ્ય દિલીપ પટેલના જણાવ્યા પ્રમાણે જે લો કોલેજો અને યુનિ.નું બીસીઆઈનું જોડાણ પૂર્ણ થઇ ગયું હશે અને તેમાં છાત્રોએ અભ્યાસ કર્યો હશે તેવા વિદ્યાર્થીઓનું બીસીજી દ્વારા રજિસ્ટ્રેશન નહીં કરાય. હાલમાં 2009થી 2023 દરમિયાનમાં 32 હજારથી વધુ છાત્રો આ લો કોલેજો- યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ડિગ્રી મેળવી ચૂક્યા છે. જો આદેશનું પાલન થાય તો તેમની ડિગ્રી રદ થવાની શક્યતા નકારી શકાય નહીં.