તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં બાળક લપસણીમાં રમી રહ્યો હતો. તે દરમિયાન તૂટેલી લપસણીમાં બાળકનો પગ ફસાઈ જતા તેની આંગળ કપાઈને છૂૂટી પડી ગઈ હતી. જેથી બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. પરંતુ ઓપરેશન બાદ પણ બાળકની આંગળી ફરી ન જોડાઈ જેથી બાળક કાયમી ખોડખાપણ યુક્ત થયું.

બાળકના પરિવારજનોએ કોર્પોરેશન પર આક્ષેપ કર્યો છે કે તંત્રએ બગીચામાં રહેલા રમતના સાધનોની જાણવણી ન કરતા ઘટના બની અને બાળકની પગની આંગળી કપાઈ ગઈ છે. તો આ ઘટના બાદ તંત્રની આંખ ઊઘડી અને બગીચામાંથી તૂટેલી લપસણીઓ હટાવી હતી. ત્યારે બાળકના પરિવારજન કડક કાર્યવાહીની માગ કરી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે તંત્રની બેદરકારીથી બાળક ખોડખાપણ યુક્ત થયું તેનું શું ? કેમ બગીચાના રમતના સાધનોની જાણવણી ન કારઈ ? શું તંત્ર આવી કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું હતું?
તો સમગ્ર મામલે મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તપાસના આદેશ આપ્યા છે. કહ્યું કે અધિકારીઓને તમામ બગીચાઓમાં રમત ગમતના સાધનો ચકાસવા આદેશ આપ્યા છે. જો અધિકારીની બેદરકારી હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે.આ ઘટનાને લઈને કોંગ્રેસે તંત્ર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે સમગ્ર ઘટના મામલે પાર્ક્સ એન્ડ ગાર્ડનના અધિકારીને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે અગાઉ કોર્પોરેસનમાં લપસણીની મરામત માટેની રજૂઆત કરાઈ હતી. પરંતુ કોઈ પગલા ન લેવાતા આ ઘટના ઘટી હતી.