ચીનની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે નબળી પડી રહી છે. ત્યારે જાણવા જેવી વાત તો એ છે કે અત્યાર સુધી ગરીબ અને નાના દેશોને દેવાનાં તળીયા નીચે દબાવનાર ચીન પોતે જ હાલ દેવાનાં ડુંગર હેઠળ દબાઈ રહ્યો છે. ત્યારે વર્ષ 2023 માં ચીન પર તેની જીડીપીનો 288 ટકા દેવું હતું. જે અત્યાર સુધીનું સૌથી ઉંચું સ્તર છે. વર્ષ 2022 ની સરખામણીએ 13.5 ટકા વધુ છે.
ત્યારે ચીનમાં વિકાસનો દર ધીમો થઈ રહ્યો છે. રોજગારી નથી. રિયલ એસ્ટેટ સેક્ટરની હાલત હાલ ખૂબ જ ખરાબ થઈ રહી છે. ગયા વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ચીનની અર્થવ્યવસ્થા ભવિષ્યમાં ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા પ્રમાણે 2023 માં છેલ્લા ચીન પર કુલ 560 અબજ ડોલરનો કર્જ હતો. જે તેની જીડીપીને 287.8 ટકા હતો. નિક્કેઈ- એશિયાએ જણાવ્યા મુજબ ચીનમાં રહેતા પરિવારો પર દેવું વધુની જીડીપીનો 63.5 ટકા પહોંચી ગયો છે. તે જ સમયે, બિન-નાણાકીય કોર્પોરેટ પર દેવું વધીને 168.4 ટકા અને સરકાર પર દેવું વધીને 55.9 ટકા થઈ ગયું છે. એવું સમજો કે અમેરિકા પર જેટલું દેવું છે. એનાથી બે ગણા દેવામાં ચીન ડૂબેલું છે. અત્યારે દુનિયાનો સૌથી વધુ દેવાદાર દેશ જાપાન હતો. ત્યારે જાપાનનો જીડીપીનાં 220 ટકા સુધી દેવું હતું.
ચીનમાં રિયલ એસ્ટેસ સેક્ટર ખૂબ જ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહ્યું છે. ચીનમાં જીડીપીમાં 20 ટકા ભાગીદારી રિયલ એસ્ટેટ સેક્ટરની છે. અને હાલ તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તેને આ રીતે સમજો, માત્ર બે મહિના પહેલા જ હોંગકોંગની કોર્ટે ચીનની મોટી પ્રોપર્ટી કંપની એવરગ્રાન્ડને તેની પ્રોપર્ટી વેચીને લોન ચૂકવવાનો આદેશ આપ્યો હતો. Evergrande પર $300 બિલિયનથી વધુનું દેવું છે. અમેરિકી અર્થશાસ્ત્રી અંટોનિયા ગ્રેસફોને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ચીનમાં રિયલ એસ્ટેટે સેક્ટર તૂટી રહ્યું છે અને જો એવું થાય છે તો બેંકને પણ તે સાથે લઈને ડૂબશે.
ચીનમાં રિયર એસ્ટેટ સેક્ટરની હાલત 2020 માં કોરોના મહામારી આવ્યા બાદ બગડવાની શરૂ થઈ છે. આ પહેલા જીનપિંગ સરકારે 2008 માં આર્થિક મંદીથી બોધપાઠ લેતા રિયલ એસ્ટેટ ડેવલોપર્સની લોન લેવાની ક્ષમતાના મર્યાદિત કરી દીધી હતી. એનું પરિણામ એવું આવ્યું કે તેમણે અરબો ડોલરની લોન લીધું હતું. તે ચૂકવવામાં તેઓ નિષ્ફળ રહ્યા.
એટલું જ નહી. ચીનમાં ઘર ખરીદવામાં તેજી પણ ધીમે ધીમે ઓછી થઈ. જેથી રિયલ એસ્ટેટની હાલ ખૂબ જ ખરાબ થઈ. એક રિપોર્ટ મુજબ વર્ષમાં 2022 માં દેશભરમાં 96 લાખ ઘર વેચાયા હતા. આ સંખ્યા 2021 ની સરખામણીએ 30 ટકા ઓછી હતી.
હાલમાં જ ચીનની સંસદમાં પીપલ્સ નેશનલ કોંગ્રેસનું બે દિવસીય અધિવેશન થયું હતુ. જેમાં ચીનની સરકારે અપ્રત્યક્ષ રીતે આર્થિક સંકટની વાત માની હતી. ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું હતું કે ચીન હંમેશાથી મજબૂત રહ્યું છે અને તે હવે તેનાં દરવાજા બીજા લોકો માટે ખોલી રહ્યું છે.
ચીનની સરકારે હવે તેની અર્થવ્યવસ્થાને વિદેશી રોકારણકારો અને વિદેશી વેપારીઓ માટે ખોલી દીધા છે. વાંગ યી ને કહ્યૂં કે ચીન હવે રોકાણકારો અને વેપારીઓ માટે ગમતી જગ્યા બની રહી છે. ચીન દ્વારા આવી જાહેરાત એવા સમયે કરવામાં આવી છે. જ્યારે ચીનમાં FDI 30 વર્ષનાં સૌથી નીચા સ્તરે છે. જિનપિંગ સરકારે આ વર્ષો જીડીપી ગ્રોથ લક્ષ્યાંક 5 ટકા રાખ્યો છે. આ સાથે જ સરકારે આ વર્ષે 1.2 કરોડ નવી નોકરીઓ પર ભરતી કરવાની પણ વાત કરી છે.
જ્યારે પણ કોઈ દેશમાં સંકટ ઉભું થાય છે. ત્યારે ત્યાની સરકારને જવાબદાર ઠેરવવામાં આવે છે. પરંતું ચીનની બાબતમાં જાણકારો સાચુ કારણ ઝડપી વિકાસની લાંબા ગાળાને માનવામાં આવી રહ્યો છે.જેથી ઘણા દેવાનાં ડુંગર તળે દબાઈ રહ્યું છે. જે મળીને જેટલું ઉપર આવતું હતું, તેટલી જ ઝડપથી નીચે જાય છે.