ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ જળસીમાંથી અંદાજિત કિમત 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Spread the love

ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ જળસીમાંથી 70થી 80 પેકેટ ડ્રગ્સના ઝડપાયા છે. અત્રે જણાવીએ કે, બોટમાંથી 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઈ છે. આ ડ્રગ્સની અંદાજિત કિમત 480 કરોડનું હાવોની વિગતો ધ્યાને આવી છે.

તારીખ 11 અને 12 માર્ચે રાત્રે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે (ICG) ગુપ્ત માહિતીના આધારે 6 ક્રૂ અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી, જે ડ્રગ્સની કિંમત આશરે રૂ. 480 કરોડ હોવાની વિગતો છે. આ ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી. આ ઓપરેશનમાં ICG, NCB અને ATS ગુજરાત વચ્ચેના સુસંકલિત પ્રયાસો પ્રદર્શિત થયા હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડે, એજન્સીઓના ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 11 માર્ચ સોમવારના રોજ અરબી સમુદ્રમાં ઓપરેશન હાથ ધરાયું હતું. ICGએ તેના ડોર્નિયર એરક્રાફ્ટને સંભવિત વિસ્તારોમાં બોટને સ્કેન કરવા અને તેને શોધવાનું કામ હાથ ધર્યું હતું. શોધખોળ કર્યા પછી ICG જહાજો, NCB અને ATS ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની ઓળખ કરી હતી.

બોટમાં છ ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આશરે 80 કિલો જેટલો રૂપિયા અંદાજે રૂપિયા 480 કરોડનો ડ્રગ્સ ઝડપાયો છે. જેમાં બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં કામગીરી હાથ ધરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com