GCCI યુથ કમિટી દ્વારા આયોજિત બિઝનેસ સ્ટ્રેટેજીસ પરનું ઈન્ટરેક્ટિવ સેશન,કોઈપણ વ્યવસાયની મજબૂત અને સાતત્યપૂર્ણ વૃદ્ધિ માટે યોગ્ય વ્યૂહરચના ખુબ જ આવશ્યક :સંદીપ એન્જીનીયર

Spread the love

અમદાવાદ

તારીખ 13 માર્ચ, 2024 ના રોજ GCCI યુથ કમિટી દ્વારા અરવિંદ લિમિટેડ ના વાઇસ ચેરમેન અને એકઝીક્યુટીવ ડાઈરેકટર પુનિત લાલભાઈ ની ઉપસ્થિતિ માં બિઝનેસ સ્ટ્રેટેજીસ પર એક ઇન્ટરેકિટવ સેશન નું આયોજન કરવામાં આવ્યું હતું.

GCCI ના સિનિયર ઉપપ્રમુખ સંદીપ એન્જીનીયારે મુખ્ય મહેમાન  પુનિત લાલભાઈ નું સ્વાગત કરતાં જણાવ્યું કે, તેઓ પાસેથી વ્યવસાય ની સફળતા મેળવવા બાબત અનેકવિધ સ્ટ્રેટેજી જાણવા મળશે. તેઓએ પુનિત લાલભાઈ ના નેતૃત્વ હેઠળ અરવિંદ લિમિટેડ દ્વારા મેળવેલ સફળતાઓ તેમજ તે પરત્વે ઉપયોગમાં લેવામાં આવેલ અસરકારક સ્ટ્રેટેજી બાબતે વાત કરી તેમજ વધુમાં જણાવ્યું કે તેઓ પાસેથી અન્ય વ્યવસાય ઉદ્યોગો પણ ઘણું શીખી શકાશે. તથા  સંદીપ એન્જીનીયરે તે બાબત પર ભાર મૂક્યો કે, કોઈપણ વ્યવસાયની મજબૂત અને સાતત્યપૂર્ણ વૃદ્ધિ માટે યોગ્ય વ્યૂહરચના ખુબ જ આવશ્યક છે.મુખ્ય મહેમાન  પુનિત લાલભાઈ નો પરિચય કરાવતા યુથ કમિટીના ચેરપર્સન શુમોના અગ્રવાલે અરવિંદ લિમિટેડ દ્વારા તેમની નવીન વ્યવસાય વ્યૂહરચનાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવેલી નોંધપાત્ર સિદ્ધિઓ વિશે ટિપ્પણી કરી.પોતાના પ્રાસંગિક પ્રવચન માં શ્રી પુનિત લાલભાઈએ જણાવ્યુ કે, કોઈ પણ ઉદ્યોગ કે વ્યવસાય ના વિકાસમાં આધુનિક બિઝનેસ સ્ટ્રેટેજીસ ના ઉપયોગ પર ભાર મુક્યુ. તેમણે વધુને વધુ ગતિશીલ વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક રહેવા માટે વ્યવસાયો માટે નવીન પદ્ધતિઓ અપનાવવા અને સ્વીકારવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે સંસ્થાઓમાં નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પણ ભાર મુક્યુ. તેમણે 4 અસરકારક પરિબળો પર વધુ ભાર મૂક્યો કે જે વ્યવસાયને વધુ અસરકારક રીતે ચલાવવા માટે વ્યૂહરચના ઘડતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ

1) ભૌગોલિક રાજનીતિ અને પુનઃશોધ

2) આબોહવા અને ટકાઉપણું

3) ટેક્નોલોજી, ઇનોવેશન અને સર્કલ ઓફ 5

4) પરિવર્તન અને આંતરિક સુખાકારી

યુથ કમિટીના સભ્ય શ્રી શાશ્વત દેસાઈ દ્વારા આભાર વિધિ બાદ ઈન્ટરેકિટવ સેશન પૂર્ણ થયુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com