ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ આગામી વિધાનસભા ચૂંટણી માટે વધુ 72 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના પણ સાત ઉમેદવારો જાહેર કરાયા છે.
જેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટને રીપીટ કરવામાં આવ્યા છે જ્યારે ભાવનગર થી ભારતીબેન શિયાળની ટિકિટ કપાય છે તેમના સ્થાને નિમુબેન બાંભણિયા ને ટિકિટ આપવામાં આવી છે તો અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખભાઈ પટેલને પણ રીપીટ કરવામાં આવ્યા છે જ્યારે સુરતથી દર્શનાબેન જરદોશનું પત્તું કપાયું છે તેમના સ્થાને મુકેશ દલાલ ને ટિકિટ આપવામાં આવી છે છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાના સ્થાને જશુભાઈ રાઠવા ને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે વલસાડથી કેસી પટેલની જગ્યાએ ધવલ પટેલની ટિકિટ આપવામાં આવી છે સાબરકાંઠા થી દીપ સિંહ રાઠોડ નું પત્તું કપાયું છે તેમના ન સ્થાને ભીખાજી ઠાકોર ની ટિકિટ આપવામાં આવી છે.
સાબરકાંઠા બેઠક ઉપર ભીખાજી ઠાકોર ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા લોકસભા બેઠક 2 જિલ્લાને આવરી લે છે જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો અલગ થયા બાદ પ્રથમ વખત અરવલ્લી જિલ્લાના ઉમેદવારને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના ઉમેદવારને લોકસભાની ટિકિટ મળતા અરવલ્લી જિલ્લાના ભાજપના કાર્યકરોમાં મારી ઉત્સવનો માહોલ જોવા મળે છે કાર્યકરો દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભીખાજીનું ભારે હર્ષ અને આનંદ અને ફુલહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું
સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે સંકળાયેલા હતા. મૂડે તેવો ભિલોડા વિધાનસભા ના બાંઠીવાડા ગામ તાલુકો મેઘરાજ જીલો અરવલ્લીના વતની છે 1990 ના દાયકા ના અંતમાં તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી બુથ લેવલેથી તેમને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી જે આજે તેમને લોકસભાના ઉમેદવાર સુધી દોરી ગઈ છે.
અરવલ્લી સાબરકાંઠા જિલ્લો સંયુક્ત જીલ્લો હતો ત્યારે વિવિધ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓમાં પણ તેમણે વિવિધ હોદ્દા ઉપર ચેરમેનની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
હાલમાં પણ તેઓ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડેપ્યુટી ચેરમેન તરીકે હોદ્દો શોભાવી રહ્યા છે.
ભિલોડા ભિલોડા વિધાનસભા બેઠક એસ.ટી અનામત હોવા છતાં પણ તેમણે હંમેશા ઉમેદવારને જીતાડવા માટે તનતોડ મહેનત કરી છે.
ભિખાજી ડી.ઠાકોર
અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના બાંથીવાડા ગામના સામાન્ય પરિવાર માં જન્મ ,બી.એ.એલ.એલ.બી સુધી નો અભ્યાસ કરી રાજકારણ માં સક્રીય થયેલ ,
ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર
2005 થી 2010 સુધી બૃહદ સાબરકાંઠા જિલ્લા પંચાયત ના સદસ્ય
2005 થી 2007 સુધી બૃહદ સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ,
બૃહદ સાબરકાંઠાના જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ,
અરવલ્લી જિલ્લા ભાજપ બે ટર્મ થી મહામંત્રી,
ચેરમેન :-મેઘરજ માર્કંટિંગ યાર્ડ ,(એ.પી.એમ.સી.)
વાઇસ ચેરમેન :-સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક,હિંમતનગર,
પાયાના જમીની સ્તર ના કાર્યકર ,
મેઘરજ તાલુકાના રાજકારણ માં એક સોફ્ટકોર્ન ની જેમ દરેક કાર્યકર સાથે મિલનસાર સ્વભાવ
ગામ:- બાંથીવાડા (હીરા ટીમ્બા)
તાલુકો :-મેઘરજ
જિલ્લો અરવલ્લી
ભિલોડા વિધાનસભા