તામિલનાડુના ચેન્નાઈમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈની એક રેસ્ટોરન્ટમાં એકસ્ટ્રા સાંભાર ના મળવાથી નારાજ થયેલા ગ્રાહક પિતા-પુત્રએ સુપરવાઈઝરને એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું. પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. બંનેને ગુરૂવારે એટલે કે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મૃતકની ઓળખ 30 વર્ષીય અરૂણ તરીકે કરવામાં આવી છે.
આ ઘટના પમ્મલ રોડ સ્થિત એ2બી રેસ્ટોરન્ટની છે. જ્યાં અરૂણ એ2બી રેસ્ટોરન્ટમાં સુપરવાઈઝરના પદ પર કામ કરતો હતો. આ રેસ્ટોરન્ટમાં એક ઝઘડા દરમિયાન મારપીટમાં સુપરવાઈઝરનું મોત થઈ ગયુ. જાણકારી મુજબ બુધવારે આ રેસ્ટોરન્ટમાં એક પિતા-પુત્ર ખાવાનું લેવા માટે પહોંચ્યા હતા. ખાવાનું પેક કરવા દરમિયાન તે લોકોએ રેસ્ટોરન્ટના કર્મચારી પાસે એકસ્ટ્ર સાંભારની માગ કરી દીધી પણ સ્ટાફે સાંભાર આપવાથી ઈનકાર દીધો.
એકસ્ટ્રા સાંભાર ના મળવા પર બંને પિતા-પુત્રએ રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે બોલાચાલી કરી. ત્યાં રેસ્ટોરન્ટનો સુરક્ષાગાર્ડ અહીં આવી પહોંચ્યો અને પિતા-પુત્રએ મળીને સુરક્ષાગાર્ડને માર માર્યો. તે જોવા માટે રેસ્ટોરન્ટનો સુપરવાઈઝર અરૂણ પણ આવી પહોંચ્યો. તેને પિતા-પુત્રને શાંત થવા માટે કહ્યું તો બંને આરોપીએ અરૂણને પણ માર માર્યો. જેના કારણ અરૂણ પડી ગયો અને તેને ખુબ જ ગંભીર ઈજા પહોંચી. કર્મચારીઓ તેને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આરોપી પિતા-પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી. આરોપીઓની ઓળખ 55 વર્ષીય શંકર અને 30 વર્ષીય પુત્ર અરૂણ કુમાર તરીકે થઈ છે. બંને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ આજે એટલે કે ગુરૂવારે તેમને કોર્ટમાં હાજર કરશે અને કેસની આગળની કાર્યવાહી હાથ ધરશે.