અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા આજે વધુ ૧૮ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

Spread the love

અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કુલ ૧૧૬૭ અરજદારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી,મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ’: ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી

અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યો તેમજ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કેની પ્રોત્સાહક ઉપસ્થિતિ

અમદાવાદ

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા ૧૮ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં હતા.આ અવસરે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા? કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે, ‘મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.’

આ અવસરે ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને અભિનંદન પાઠવતાં મંત્રીશ્રીએ કહ્યું કે, તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો, નવા ભારતનના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો એવી અપેક્ષા છે.આ સંદર્ભમાં મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આજે અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા ૧૮ પરિવારોના ઘરોમાં દિવાળી જેવો માહોલ છે કેમ કે આજે તેઓ ભારતના નાગરિક બન્યા છે.ગૃહ રાજયમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર ભારતીય નાગરિકતા મેળવેલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબદ્ધ છે. તેમજ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે ૧૮ નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહ્યા છે.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દેશના વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે એને પરિણામે જ આજે તમે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શક્યા છો. આ સાથે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી નિર્વાસિતોને ઝડપથી નાગરિકતા મળે એ શક્ય બન્યું છે એમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.મંત્રીશ્રીએ ભારતીય નાગરિકતા ધારણ કરનારા સૌનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આજનો દિવસ તમારા જીવનમાં અતિ મહત્ત્વનો છે. આજથી તમે મહાન ભારત દેશના નાગરિક બન્યા છો. નાગરિક તરીકે તમને બધા અધિકારો મળશે તથા સરકારની તમામ યોજનાનો લાભ પણ ઉઠાવી શકશો એવી ખાતરી પણ મંત્રીશ્રીએ વ્યકત કરી હતી.સમગ્ર દેશમાં અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૧૬૭ જેટલા હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપીને નવજીવન આપનાર અમદાવાદના કલેક્ટરશ્રી તથા સમગ્ર અમદાવાદ જિલ્લાની વહીવટી ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓના ચહેરા પર ભારતીય નાગરિકતા મળ્યાનો સંતોષ વર્તાતો હતો. લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રીએ ભારતનું નાગરિકત્વ મેળવનારા ૧૮ હિંદુઓને અભિનંદન પાઠવ્યા હતા તથા પાકિસ્તાનના નિર્વાસિત હિંદુઓને ભારતનું નાગરિકત્વ આપવા સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીઓને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે.અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ ૧૧૬૭ પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.આ અવસરે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હર્ષદભાઈ પટેલ, એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિક જૈન, નરોડાના ધારાસભ્ય શ્રી પાયલ કુકરાણી, નારણપુરા ના ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ, અમદાવાદના કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે, સિંધ માયનોરિટી માયગ્રન્ટ્સ એસોસીએશનના પ્રમુખ શ્રી અને સભ્યશ્રીઓ તેમજ પ્રમાણપત્ર સ્વીકૃતિ કરનાર ૧૮ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com