લોકસભા ચૂંટણી 2024 : સાત તબક્કામાં મતદાન,ગુજરાતમાં 7 મે લોકસભાનું મતદાન, ચાર જુને મત ગણતરી,આજથી આચારસંહિતાનો અમલ

Spread the love

પ્રથમ ૧૯ એપ્રિલ ૧૦૨ સીટ, બીજું ૨૬ એપ્રિલ ૮૯ સીટ ,ત્રીજું ૭ મે ૯૪ સીટ , ચોથું ૧૩ મે ૯૬ સીટ પાંચમુ 20 મે ૪૯ સીટ , છઠ્ઠું ૨૫ મે ૫૭ સીટ , અને સાતમુ એક જૂન ૫૭ સીટ એમ સાત તબક્કામાં મતદાન,55 લાખ ઈવીએમથી યોજાશે ચૂંટણી,મતદાર યાદીમાં 1 એપ્રિલ સુધી સુધારા કરી શકાશે, 26 વિધાનસભા પેટા ચૂંટણી પણ યોજાશે, 543માંથી 412 જનરલ,૮૪ એસસી અને ૪૭ એસ.ટી.બેઠકો

ગુજરાત વિધાનસભાની વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી તે એક ચૂક હોઈ શકે : ઈશુદાન ગઢવી

ગુજરાત આ પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા, સાગર દેસાઈ કોંગ્રેસ ભવન ખાતે હાલમાં પહોંચ્યા છે

અમદાવાદ

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ડૉ .સુખબિરસીંઘ સિંધુ એ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે લોકસભા 2024 ની ચૂંટણી સાત તબક્કા માં થશે 19 એપ્રિલથી શરૂઆત થઈ 1 જુન સુધી ચાલશે અને ચાર જૂનના રોજ 543 બેઠકોની મતગણતરી કરવામાં આવશે. જેમાં ગુજરાતનું મતદાન તારીખ 7 મે ના રોજ થશે. 543 બેઠકોમાં 412 જનરલ,૮૪ એસસી અને ૪૭ એસ. ટી. રહેશે.

સમગ્ર દેશમાં આજથી લોકસભા 2024 ની ચૂંટણીને લઈને આચારસંહિતાનો અમલ શરૂ થયો છે.દેશમાં સામાન્ય ચૂંટણીનો માહોલ જામ્યો છે. CECએ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સાથે જ દેશભરમાં ચૂંટણી સંહિતા લાગુ થઈ ગઈ છે. દેશભરમાં 97 કરોડ મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. જેમાં 49.7 કરોડ પુરૂષ અને 47.1 કરોડ મહિલા મતદારો છે. ચૂંટણી માટે 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. 1 કરોડ 82 લાખ નવા મતદારો છે. 48 હજાર ટ્રાન્સજેન્ડર મતદારો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના જણાવ્યા અનુસાર ચૂંટણી દરમિયાન 55 લાખ EVMનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 10.5 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “…આ દેશમાં કુલ મતદારો 96.8 કરોડ છે. જેમાંથી 49.7 કરોડ પુરુષો અને 47 કરોડ મહિલાઓ છે… આ ચૂંટણીઓમાં 1.82 કરોડ પ્રથમ વખત મતદાતા છે.CECએ કહ્યું કે મતદાર યાદીમાં 1 એપ્રિલ સુધી સુધારા કરી શકાશે અને તેમાં ફેરફાર અને વધારાની શક્યતા છે. CEC એ જાહેરાત કરી છે કે સ્વયંસેવકો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ ચૂંટણી ફરજોમાં ભાગ લેવો જોઈએ નહીં. ECએ કહ્યું છે કે જો હિંસા થશે તો બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની સાથે સાથે દેશના 26  વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજવામાં આવશે જેનું પરિણામ પણ ચાર જુને જાહેર થશે.

 

ગુજરાતમાં વિજાપુર ડો.સી.જે.ચાવડાનું રાજીનામું,ખંભાતમાં ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલનું રાજીનામું, વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલાનું રાજીનામું, માણાવદરમાં અરવિંદભાઈ જીણાભાઈ લાડાણીનું રાજીનામું,પોરબંદરમાં અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનું રાજીનામાને લઈ પેટા ચૂંટણી યોજાશે.

ઉપરાંત ગુજરાતની અંદર વિસાવદર ની વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી તે એક ગંભીર ચૂક હોઈ શકે તેવું ગુજરાત પ્રદેશ આપ પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું હાલમાં ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલીયા રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમાર સહિત અન્ય નેતાઓ સાથે લોકસભાની ચૂંટણીની ચર્ચા કરવા માટે હાલમાં પહોંચ્યા છે.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com