લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે : ઇસુદાન ગઢવી

Spread the love

અમારી બંને સીટો પર કોંગ્રેસના કાર્યકર્તાઓ અમારી સાથે છે. બાકીની તમામ 24 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોને અમારા કાર્યકર્તાઓ સાથ આપશે: ઇસુદાન ગઢવી

ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આપણે જોયું કે 36 વોટની ચૂંટણીમાં પણ ધાંધલી કરવામાં આવી અને હવે 90 કરોડથી વધુ વોટની ગણતરીમાં ભાજપ શું શું કરશે?: ઇસુદાન ગઢવી

અમદાવાદ

લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઇન્ટ સેક્રટરી અને મહારાષ્ટ્ર પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી અને કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સિવાય કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલ પણ હાજર હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સીટ શેરિંગ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીજીની ન્યાય યાત્રામાં અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. આજે અમે ઓફિશિયલી પહેલી મિટિંગ કરવા જઈ રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓ સુધી એક મેસેજ પહોંચી જાય અને એક સુચારુ વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવે તે મુદ્દા પર આજે મીટીંગ ગોઠવવામાં આવી છે. પેટા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન કઈ રીતે આગળ વધશે તેના પર આજે અમે ચર્ચા કરીશું. કોઈપણ પાર્ટી શિસ્તના આધારે ચાલતી હોય છે અને અમારી બંને સીટો પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ અમારી સાથે છે. બાકીની તમામ 24 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોને અમારા કાર્યકર્તાઓ સાથ આપશે. આ ચૂંટણીમાં અમારો ઉદ્દેશ છે કે દેશમાં લોકશાહી બચાવવી. આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં લોકતંત્રની હત્યા ખૂલે આમ થઈ રહી છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આપણે જોયું કે 36 વોટની ચૂંટણીમાં પણ ધાંધલી કરવામાં આવી અને હવે 90 કરોડથી વધુ વોટની ગણતરીમાં ભાજપ શું શું કરશે? માટે અમે મજબૂતાઈથી લડીશું અને દેશમાં લોકશાહી બચાવીશું.અમને આશ્ચર્ય છે કે વિસાવદરની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. સમગ્ર દેશની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સૌથી પહેલું રાજીનામું આપનાર વિસાવદરની સીટની જાહેરાત કરવામાં આવી હતી. આ મુદ્દા પર અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરીશું. આમ આદમી પાર્ટી વિસાવદર ખાતે ખૂબ જ મજબૂત પરિસ્થિતિમાં છે.આવનારા થોડા દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે અને મિટિંગમાં નક્કી થયેલ બાબતોને મીડિયા અને જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com