અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં અગાઉ ગંદુ પાણી છોડવામાં આવી રહયું હતું તેના ઉકેલ માટે મ્યુ.કોર્પો. દ્વારા ધી અમદાવાદ હેન્ડ પ્રીન્ટીંગ એસોશીએશન તથા દાણીલીમડા ઔદ્યોગીક એકમો માંથી આવતા કેમીકલયુક્ત પાણીને ટ્રીટેડ કરવા ૩૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પંપીગ સ્ટેશન બનાવવા માટે ૮૯ કરોડ તથા તેના ૧૦ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સના ૧૮૮ કરોડ મળી કુલ રૂા.૨૭૭.૦૦ કરોડના ખર્ચ બનાવેલ પ્લાન્ટ ચાલુ કરવાની મંજુરી આપવાનું કામ તા.૩૧-૦૮-૨૦૨૩ના રોજ મળેલ સ્ટે.કમિટીમાં મંજુર કરવામાં આવેલ પરંતુ આજે પણ ધી અમદાવાદ હેન્ડ પ્રીન્ટીંગ એસોશીએશન તથા દાણીલીમડા ઔદ્યોગીક એકમો માંથી આવતા કેમીકલયુક્ત પાણીને ટ્રીટેડ કર્યા વગર સાબરમતી નદીમાં છોડવામાં આવે છે જેને કારણે સાબરમતી નદી હજુ પણ ગંદા પાણીથી ખદબદે છે અને સાબરમતી નદી હાલ દેશની સૌથી વધુ પ્રદુષિત નદી છે જે કડવી વાસ્તવિકતા છે આ બાબતે અગાઉ નામ.હાઇકોર્ટ દ્વારા લાલ આંખ કરતાં તા. ૧૫-૦૯- ૨૩ સુધીમાં સાબરમતી નદી ઝીરો ડીસ્ચાર્જ પોલીસી પોલ્યુશન કરવાનો આદેશ મ્યુનિ. તંત્રને આપેલ છે પરંતુ આજે પણ સાબરમતી નદી પહેલાં કરતાં વધુ પ્રદુષિત થવા પામેલ છે જેથી મ્યુનિ.કોર્પોનું વહીવટી તંત્ર આમાંથી બોધપાઠ લઈને સુધરવાનું નામ જ નથી લઇ રહી જેને કારણે સાબરમતી નદી વધુ પ્રદુષિત થઇ રહી છે જેથી નામ. હાઇકોર્ટને લાલ આંખ કરી મ્યુ.કોર્પોને કડક શબ્દોમાં ફિટકાર આપી છે એક તરફ નામ.હાઈકોર્ટમાં નદીને પ્રદુષિત કરવાના મામલે ઠપકો આપતી હોય બીજી તરફ સાબરમતી નદી પોલ્યુશન ફ્રી કરવા બાબતે કોઈ કાર્યવાહી ના થાય તે તંત્રની તથા સત્તાધારી પક્ષની નફફટાઈ સાબિત થાય છે. અગાઉ વિપક્ષના નેતાશ્રી શહેઝાદ ખાન પઠાણે સાબરમતી નદીની મુલાકાત લઈ પ્રતિક્રિયા આપતાં જણાવેલ કે, સાબરમતી નદી વધુ પ્રદુષિત થઈ રહી છે તેના અનુસંધાને ફેકટરીમાલીકો દ્વારા ગંદુ કેમીકલયુક્ત પાણી નદીમાં છોડતાં હતાં તેઓને તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા સીલ મારેલ પરંતુ આજે પણ સાબરમતી નદી વધુ ને વધુ પ્રદુષિત થઈ રહી છે.
ધી અમદાવાદ હેન્ડ પ્રીન્ટીંગ એસોશીએશન તથા દાણીલીમડા ઔદ્યોગીક એકમો માંથી આવતા કેમીકલયુક્ત પાણીને ટ્રીટેડ કરવા ૩૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પંપીગ સ્ટેશન બનાવવા માટે રૂા. ૨૭૭.૦૦ કરોડના ખર્ચ પેટે કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા તેઓના ફાળે આવતી ગ્રાન્ટ આપવાની જે બાંયેધરી આપેલ હતી તે ગ્રાન્ટની રકમ હજુ સુધી મ્યુ.કોર્પોને મળેલ નથી જેને કારણે તેનું તમામ નાણાંકીય ભારણ પણ મ્યુ. કોર્પો.ઉપર આવવા પામેલ છે.
એક તરફ મ્યુનિ. કોર્પો સ્વચ્છતા સર્વેક્ષણ ના નામે કરોડો રૂા.નો વ્યય કરે છે તો બીજી તરફ સાબરમતી નદીમાં જતાં કેમીકલયુક્ત પાણીને ટ્રીટેડ કરવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પંપીગ સ્ટેશન બનાવેલ છે તેમ છતાં સાબરમતી નદીમાં કેમીકલયુક્ત પાણી જતાં નદીમાં ગંદકીનું સામ્રાજય ! આવી વિસંગતતા કેમ ઉભી થવા પામેલ છે સત્તાધારી ભાજપ તથા તેના મળતીયા અધિકારીઓ દ્વારા સ્પષ્ટ ભષ્ટ્રાચાર કરવામાં આવી રહયો છે જેને કારણે નદી પ્રદુષિત રહેવા પામેલ છે જે બાબતે તંત્ર તથા સત્તાધારી પક્ષ આંખ આડા કાન કરીને ભષ્ટ્રાચારને પ્રાધાન્ય આપે છે જેથી પુરવાર થાય છે નદી પ્રદુષિત થવા બાબતે મ્યુનિકોપોના સત્તાધીશો તેમજ તંત્ર જ જવાબદાર છે. જેને કારણે ગઈ કાલે નામ.હાઈકોર્ટ દ્વારા મ્યુનિ.કોર્પોને કડક શબ્દોમાં ફિટકારઆપેલ છે જે સત્તાધારી ભાજપ તથા વહીવટીતંત્ર માટે શરમજનક બાબત છે સાબરમતી નદી સ્વચ્છ કરવા બાબતે નિષ્ફળગયેલ તંત્રના ભષ્ટ્ર બેજવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી નદી પ્રદુષિત કરવા બાબતે જે કોઇ પણ જવાબદાર હોય તેની સામે તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.